વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે પણ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાંચમા નોરતે અમદાવાદ અને ગાંધીનગરને બે ટ્રેનોની ભેટ આપી છે. જેમાં વડાપ્રધાન મોદીએ ગાંધીનગરથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલીઝંડી આપી હતી જ્યારે અમદાવાદથી આજે મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ અમદાવાદના થલતેજના AES ગ્રાઉન્ડ પરથી આ બંને ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું છે.
- Advertisement -
પીએમ મોદીએ AES ગ્રાઉન્ડ પરથી સંબોધન કરતા જણાવ્યું કે, ‘આવતા વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં દોડાવવાનું લક્ષ્ય.’
વડાપ્રધાન મોદીએ અમદાવાદથી સંબોધન કરતા જણાવ્યું કે, ‘વંદે ભારત ટ્રેન કરતાં એરપ્લેનમાં 100 ગણો અવાજ થાય છે. હવે જેમને પ્લેનમાં જવાની ટેવ છે તેઓ હવે ટ્રેનમાં જશે.’
ગાંધીનગર સુધી લંબાવાશે મેટ્રો
- Advertisement -
આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝને શરૂ કરવામાં આવ્યો છે જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો છે. પરંતુ નજીકના ભવિષ્યમાં જ મેટ્રો ટ્રેનનો બીજો ફેઝ ગાંધીનગર સુધીનો રહેશે. તો વંદે ભારત ટ્રેનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, વંદે ભારત ટ્રેનની શરૂઆત થતાં ગણતરીના કલાકોમાં જ મુંબઈ પહોંચાડશે.
Gandhinagar-Ahmedabad is a great example of how a twin city develops. Following the same model, various twin cities are being developed in Gujarat. People used to talk about New York-New Jersey till now. My India cannot be left behind: PM Narendra Modi, in Ahmedabad, Gujarat pic.twitter.com/IOM77Ue8UW
— ANI (@ANI) September 30, 2022
અમને કામ આપો, અમે આનાથી વધુ સારું બનાવીશું હજી : વડાપ્રધાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનના નિર્માણ કાર્યનો એક કિસ્સો વર્ણવતા જણાવ્યું હતું કે, જ્યાં આ ટ્રેનનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યાના ઈલેક્ટ્રીશિયન અને અન્ય લોકો સાથે મેં વાત કરી ત્યારે તેઓ મને કહેતા કે સાહેબ અમને બસ કામ આપો, અમે આનાથી સારું હજી તૈયાર કરીશું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આવો કાર્યક્રમ મે પહેલીવાર જોયો છે. 100-100 સલામ નવરાત્રીમાં આખી ગરબા થતાં હોય, તેમ છતાં આવા તડકામાં આટલો મોટો જનસાગર મેં પહેલીવાર જોયો છે ભાઈ, આવો મોટો કાર્યક્રમ અમદાવાદે કરી બતાવ્યો હોય તેવો મારો પહેલો અનુભવ છે.’
વડાપ્રધાન મોદીએ અમદાવાદથી સંબોધન કરતા કહ્યું કે, ‘કોઈ બહારથી વંદે ભારત એક્સપ્રેસથી આવે તો સીધું મેટ્રોમાં બેસીને અમદાવાદમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે.’
વડાપ્રધાન મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો ટ્રેન અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરી દીધું છે. મેટ્રો ટ્રેન કે જેના દ્વારા હવે 40 મિનિટમાં પહોંચાશે.
Gujarat | PM Narendra Modi accompanied by CM Bhupendra Patel travels on Ahmedabad metro rail from Kalupur station to Doordarshan Kendra station pic.twitter.com/9lJwCi6beU
— ANI (@ANI) September 30, 2022
વડાપ્રધાન મોદીના હસ્તે થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હાલમાં વડાપ્રધાન મોદી થલતેજના AES ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધન કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ મેટ્રો ટ્રેનમાં સવાર થઇને થલતેજના AES ગ્રાઉન્ડ ખાતે સભાસ્થળે પહોંચ્યા. જ્યાં તેઓ જાહેર જનસભાને સંબોધશે. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન શરૂ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ‘આજે અમદાવાદના નાગરિકો માટે અવસરનો દિવસ છે. ડબલ એન્જિન સરકારના કારણે ગુજરાતને વિકાસની રફ્તાર મળી છે, જે સાબરમતી તરફ ભાગ્યે જ કોઈ જોતું હતું તે હવે રિવરફ્રન્ટના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.’
દિવાળી પહેલાં અમદાવાદીઓને વડાપ્રધાન તરફથી ‘મેટ્રો ટ્રેન’ની મોટી ભેટ અર્પણ કરવામાં આવી છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી કાલુપુરથી થલતેજ સુધી મેટ્રો ટ્રેનની સફર કરશે. ત્ચાર બાદ દૂરદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાન જાહેરસભાને સંબોધન કરશે. તમને જણાવી દઇએ કે, 2જી ઓક્ટોબરથી નાગરિકો માટે મેટ્રો ટ્રેન શરૂ કરાશે.