કેન્દ્ર સરકારે અમદાવાદને વધુ 2 એવોર્ડ એનાયત કર્યા છે. શહેરને નેશનલ ટુરિઝમ એવોર્ડ તરીકે બેસ્ટ હેરિટેજ એવોર્ડ અને બેસ્ટ હેરિટેજ વૉક એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે.
અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે. ત્યારે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય (ministry of tourism india) દ્વારા પ્રવાસન ક્ષેત્રને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે નેશનલ ટુરિઝમ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદને નામ વધુ એક યશકલગી નોંધાઇ છે. નેશનલ ટુરિઝમ એવોર્ડ 2022માં (National Tourism Awards) અમદાવાદને “બેસ્ટ હેરિટેજ એવોર્ડ” (Best Heritage Award) અને અમદાવાદની હેરિટેજને “બેસ્ટ હેરિટેજ વૉક” (Best Heritage Walk) એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે. અમદાવાદને 2022નો બેસ્ટ નેશનલ ટુરિઝમ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસના (World Environment Day) અવસરમાં દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલા એવોર્ડમાં સતત ત્રીજા વર્ષે અમદાવાદે નેશનલ એવોર્ડ મેળવીને એવોર્ડની હેટ્રિક નોંધાવી છે. આ એવોર્ડ ગ્રહણ કરવા ખુદ અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ફરજ પરના ખાસ અધિકારી સી. આર. ખરસાણે પહોંચ્યા હતા.
આપણાં અમદાવાદને નામ વધુ એક સિદ્ધિની યશકલગી.
આપણાં અમદાવાદે સતત ત્રીજા વર્ષે ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના નેશનલ ટુરિઝમ એવોર્ડમાં બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકના એવોર્ડ મેળવીને અનોખી હેટ્રીક નોંધાવી છે ત્યારે સૌ અમદાવાદવાસીઓને ગૌરવની આ ક્ષણે અઢળક અભિનંદન. pic.twitter.com/ltCNy5nz0d
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) September 27, 2022
- Advertisement -
AMCએ ટ્વિટ કરીને આપી હતી માહિતી
આ અંગે ખુદ AMCએ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘આપણાં અમદાવાદને નામ વધુ એક સિદ્ધિની યશકલગી. આપણાં અમદાવાદે સતત ત્રીજા વર્ષે ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના નેશનલ ટુરિઝમ એવોર્ડમાં બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકના એવોર્ડ મેળવીને અનોખી હેટ્રીક નોંધાવી છે ત્યારે સૌ અમદાવાદવાસીઓને ગૌરવની આ ક્ષણે અઢળક અભિનંદન.’
જાણો કઇ રીતે નક્કી થાય છે વિજેતા
તમને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળે એ માટે દર વર્ષે નેશનલ ટુરિઝમ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. પ્રવાસીઓમાં પ્રસિદ્ધ સ્થળો, હોટેલ, રેસ્ટોરાં અને હોમ સ્ટેટ તથા માળખાકીય સુવિધાઓ માટે એરપોર્ટ, રેલવે સ્ટેશન અને સિવિક મેનેજમેન્ટ જેવી કેટેગરીઓ હોય છે. જે અલગ-અલગ ધારાધોરણ મુજબ નક્કી કરવામાં આવે છે.