મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચૂંટણી માટે ગઠબંધનને લઈને ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલ
મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાઈ શકે છે. વાત જાણે એમ છે કે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી નજીક છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં વધુ એક રાજકીય બદલાવ આકાર લેતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચૂંટણી માટે ગઠબંધનને લઈને ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલ છે. જોકે આ અંગે બંને પક્ષો તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ અવારનવાર થતી હાઈ-પ્રોફાઈલ બેઠકો આવા અનેક સંકેતો આપી રહી છે.
- Advertisement -
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી નજીક છે. જોકે હવે મંગળવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે MNS પ્રમુખ રાજ ઠાકરેને તેમના નિવાસસ્થાન શિવતીર્થ પર મળ્યા હતા. આના એક દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પણ રાજને મળ્યા હતા.
જ્યારે MNS વડા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા મલબારમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપનું માનવું છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથ અને રાજની પાર્ટી સાથે મળીને તે સેનાની મરાઠી વોટબેંકને પોતાની બનાવી શકે છે.
मनसे प्रमुख मा. श्री. राजसाहेब ठाकरे यांची आज मुंबईत त्यांच्या शिवतीर्थ या निवासस्थानी भेट घेतली. यावेळी महाराष्ट्र आणि देशातील विविध राजकीय आणि सामाजिक विषयांवर चर्चा झाली.@RajThackeray pic.twitter.com/dK68qpW8mU
- Advertisement -
— Chandrashekhar Bawankule (@cbawankule) August 30, 2022
રાજ ઠાકરેથી ભાજપને શું ફાયદો ?
એક અહેવાલ મુજબ, આંતરિક સૂત્રોએ જણાવ્યું કે, BMC ચૂંટણીને લઈને બંને પક્ષો વચ્ચે ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે. રાજમાં ભાજપને એક મજબૂત વક્તા દેખાય છે જે ઉદ્ધવ ઠાકરે અને સંભાજી બ્રિગેડને આક્રમક લડત આપી શકે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસને કેવી રીતે હરાવવા તે પણ જાણે છે. ભાજપના એક નેતાએ કહ્યું, “રાજ ઠાકરે ભલે સીટો જીતી ન શકે, પરંતુ તેમની રેલીઓ મહાવિકાસ અઘાડી વિરુદ્ધ ભાજપ માટે વાતાવરણ બનાવવામાં મદદ કરશે.” તેમણે એમ પણ કહ્યું કે MNS ચીફની 10-12 મોટી રેલીઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ તરફ MNSના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે, MNS BMC ચૂંટણી લડવા માંગે છે, પરંતુ ભાજપ અને શિંદે જૂથ સાથે ગઠબંધન યોગ્ય હોવું જોઈએ.” પાર્ટીના અન્ય એક નેતા કહે છે, ‘રાજ સાહેબ બીજેપી સમક્ષ આત્મસમર્પણ નહીં કરે. તે તેમની શરતો પર હશે. આ તરફ ભાજપના વ્યૂહરચનાકારે કહ્યું, ભાજપ કુલ 227 બેઠકોમાંથી MNSને 25-30 બેઠકો ઓફર કરી શકે છે, કારણ કે તેણે શિંદે જૂથને પણ જગ્યા આપવી પડશે.