ભારતે હાલમાં જ અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ ઓરિસ્સાના ડોક્ટર એ.પી.જે. અબ્દુલ કલામ દ્વિપથી કર્યું છે.
આ મિસાઈલ દ્વારા ભારત પોતાના દુશ્મન દેશો પર 5 હજાર કિ.મી.ના અંતર સુધી પ્રહાર કરી શકશે મતલબ કે, આ મિસાઈલ ઈન્ટરકોન્ટિનેન્ટલ છે. હવે પાકિસ્તાન અને ચીનની ખેર નથી. આધુનિક ટેકનોલોજીથી સજ્જ અગ્નિ-5 મિસાઈલ એક સાથે અનેક ટાર્ગેટ ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવતા હોય આ મિસાઈલના પરિક્ષણથી વિરોધી દેશો ફફડી ઉઠ્યા છે. પાકિસ્તાન-ચીનના લગભગ તમામ શહેરો આ મિસાઈલની રડાર હેઠળ આવશે. કઅઈ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ અને કઘઈ પર પાકિસ્તાનનાં સીઝફાયર વચ્ચે ભારત દ્વારા અગ્નિ-5 મિસાઈલના સફળ પરિક્ષણે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે.
અગ્નિ-5 મિસાઈલ સમગ્ર એશિયા, યુરોપ અને આફ્રિકાના કેટલાક હિસ્સાને પણ આવરી લે છે.ચીન-પાકિસ્તાન જેવા શત્રુ રાષ્ટ્રોથી ઘેરાયેલા ભારત માટે આ મિસાઈલની ઉપયોગિતાને સહજ સમજી શકાય છે. આવા હથિયારો એટલા માટે જરૂરી છે કે કોઈપણ દેશ આપણને નબળો કે નમાલો ન સમજે. આપણી આક્રમકતા કે મિસાઈલ સંપન્નતા દેશની રક્ષાશક્તિને જ મજબૂત બનાવશે. આ મિસાઈલ દેશ માટે અનિવાર્ય અને અગત્યની છે. આમ પણ ભારતની નીતિ નથી કે તે કોઈપણ દેશને પરેશાન કરે અને જો આપણા કેટલાક પાડોશી દેશોની નીતિ પણ આવી જ હોત તો પછી આપણને આ મિસાઈલ પાછળ અબજો રૂપિયાનું આંધણ કરવાની જરૂરત જ ન હતી પરંતુ જ્યારે દુશ્મને તમને ચોતરફથી ઘેરી રાખ્યા હોય ત્યારે આવી મિસાઈલ સંપન્નતા અત્યંત જરૂરી બની જાય છે.
- Advertisement -
ભારતીય અંતરમહાદ્વિપીય અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલ પોતાના સૌથી તેજ ગતિથી 8.16 કિલોમીટર પ્રતિ સેક્ધડની ઝડપથી ચાલનારી ધ્વનિની ગતિથી 24 ગણી ઝડપી હશે અને 29401 કિલોમીટર પ્રતિ કલાકની ઉચ્ચ ગતિ હાંસલ કરશે. આ એક રિંગ લેઝર ગાયરોસ્કોપ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે, જે ઉપગ્રહ માર્ગદર્શનની સાથે કામ કરે છે. આ સટીક નિશાન લગાવવામાં પણ સક્ષમ છે. અગ્નિ-5 મિસાઈલની એન્ટ્રીથી ભારતની તાકાત અનેકગણી વધી ગઈ છે. ચીનથી લઈને પાકિસ્તાન તેનાથી બેચેન બની ગયા છે.અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે. તેનાથી આપણી રક્ષા હરોળને ઘણી જ મજબૂતી મળશે સાથોસાથ દેશની તાકાતમાં વધારો થશે.