આર્મીમાં ભરતીની નવી યોજના ‘અગ્નિપથ’નો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટેમાં આવતા અઠવાડિયે ‘અગ્નિપથ યોજના’ પર સુનાવણી થશે.
સેનામાં ભરતીની કેન્દ્ર સરકારની નવી યોજના પર ચર્ચા થયા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજના સામે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સપ્તાહથી સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે બિહાર, યુપી, હરિયાણા સહિત ઘણા અન્ય રાજ્યોમાં યુવાનોએ અગ્નિપથ યોજના વિશે સૂત્રોચ્ચાર કર્યા હતા.અનેક ટ્રેનોને આગ પણ ચાંપી દેવામાં આવી હતી. આ કેસમાં રાજ્ય સરકારો દ્વારા ઉપદ્રવીઓ સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
અગ્નિપથ યોજનાને પડકારતી અરજી સોમવારે SC સમક્ષ મૂકાઈ હતી
અગ્નિપથ યોજનાને પડકારતી અરજી સોમવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. અરજદારોના વકીલે જણાવ્યું હતું કે અગ્નિપથ યોજનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે, ખાસ કરીને એરફોર્સની તૈયારી કરી રહેલા યુવાનો, વકીલે કહ્યું કે, 2017થી અત્યાર સુધીમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. તાલીમ બાદ વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવી હતી કે નિમણૂક પત્ર પર સહમતિ સધાઈ જશે પરંતુ હવે આ યોજના લાવવામાં આવી છે અગ્નિપથ યોજના સામે અરજદારોના વકીલની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તેની સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી. ખંડપીઠે તેને આવતા અઠવાડિયે સુનાવણી માટે અરજીની સૂચિ બનાવવા જણાવ્યું હતું.
આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી
- Advertisement -
તમને જણાવી દઈએ કે અગ્નિપથ યોજનાને લઈને 20 જૂને જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં અદાલતને અગ્નિપથ યોજનામાં ભરતી અંગે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સંસદની મંજૂરી વગર લાવવામાં આવેલી અગ્નિપથ યોજના ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. આથી સુપ્રીમ કોર્ટે આ યોજના રદ કરવી જોઈએ. આ અરજી સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ એમ એલ શર્માએ દાખલ કરી હતી.
અરજદારે અગ્નિપથ યોજનાની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ માંગ કરી
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં થયેલી હિંસાની એસઆઈટી તપાસ કરાવવામાં આવે અને સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવે. આ ઉપરાંત અરજદારે અગ્નિપથ યોજનાની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ માગણી કરી હતી. અગ્નિપથ યોજનાની અસરનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.