અય્યર અને ત્રિપાઠીની તોફાની બેટિંગથી 15.1 ઓવરમાં જ કોલકાતાએ 7 વિકેટે જીત મેળવી: કોલકાતા પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં પહોંચી : સુનીલ નારાયણ મેન ઓફ ધ મેચ
ખાસ-ખબર સંવાદદાતા
મિડલ ઓર્ડરમાં પેસ બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગ બાદ વેંકટેશ ઐયર અને રાહુલ ત્રિપાઠીએ નોંધાવેલી અડધી સદીની મદદથી કોલકાતાએ IPLમાં રમાયેલી 34મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને સાત વિકેટે કારમો પરાજય આપીને સતત બીજો વિજય હાંસલ કર્યો હતો. કોલકાતાની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઇની ટીમે છ વિકેટે 155 રન બનાવ્યા હતા.
- Advertisement -
જેના જવાબમાં કોલકાતાની ટીમે 15.1 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 159 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. કોલકાતાની ટીમ માટે ઓપનર શુભમન ગિલ (13) અને વેંકટેશ ઐયરે પ્રથમ વિકેટ માટે ત્રણ ઓવરમાં 40 રનની ભાગીદારી નોંધાવીને આક્રમક શરૂઆત કરી હતી.
ઐયર અને રાહુલ ત્રિપાઠીએ બીજી વિકેટ માટે 88 રન ઉમેરીને ટીમને વિજય તરફ દોરી હતી. ઐયર 53 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠીએ અણનમ 74 રન બનાવ્યા હતા.