ચીકુ, કેળા, દાડમ, લીચી, કીવી અને સફરજનના ભાવમાં ભડકો
ફળોના વધતા ભાવોએ ભાવિકોની મુશ્કેલી વધારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હાલ લીલાં શાકભાજી, લીલો મસાલો, અનાજ-કઠોળ બાદ ફળોના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. લીલા મસાલા અને લીલાં શાકભાજીની આવકમાં 60 ટકા ઘટાડો થવાના પગલે બજારમાં અછત ઊભી થતા ભાવમાં ભડકો થઈ ગયો છે. આ સાથે જ ફળોના ભાવોમાં પણ વધારો થતા લોકોને ઉપવાસ કરવા મોંઘા પડી રહ્યા છે.
હવે ફળોના વધતા ભાવોએ ભાવિકોની મુશ્ર્કેલીમાં વધારો કર્યો છે.
બજારમાં તરબૂચ રૂ. 35, ચીકુ રૂ. 150, પાઈનેપલ રૂ. 60, કેળા રૂ. 75 ડઝન, દાડમ રૂ. 260 કિલો, લીચી રૂ. 280 કિલો ગોલ્ડન કીવી ત્રણ પીસ રૂ. 180 અને રોયલ ગાલા સફરજન રૂ. 250 કિલો મળી રહ્યું છે. આ સિવાયના અન્ય ફળો પણ રૂ. 200થી 300 કિલો ભાવે બજારમાં વેંચાઈ રહ્યા છે. બજારમાં લીલા મરચાં, ફુલાવર, બટાકા, ડુંગળી, ટામેટા, કોથમીર ના ભાવો વધ્યા બાદ હવે ફણસી રૂ. 70 કિલો મળતી હતી તે હોલસેલમાં રૂ. 160 અને રિટેઈલમાં રૂ. 250 કિલો વેચાણ થઈ રહી છે.
લીલા મસાલામાં મરચા રૂ. 100, સીમલા મરચા રૂ. 100, આદુ રિટેઈલમાં રૂ. 260, લીલી ડુંગળી રૂ.75, આખુ લસણ રૂ. 200, લવગીયા મરચા રૂ. 140 અને ફોલેલુ લસણ રૂ. 180 થઈ ગયું છે. જેના લીધે ખાવાની ડીશમાં ટેસ્ટ માટે વાપરવામાં આવતા ટામેટા, આદુ, કોથમીર અને લીલા મરચા નાંખવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.