ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષે સફરજનનો સ્વાદ મોંઘો થઈ શકે છે કારણ કે સફરજનનું ઉત્પાદન ઘટવાથી તેના ભાવ વધી શકે છે.
આનું કારણ પ્રતિકૂળ હવામાનની સફરજનના પાકને અસર છે. આગામી 10થી 15 દિવસમાં હિમાચલ પ્રદેશના સફરજન બજારમાં આવવાનું શરૂ થઈ જશે. સપ્ટેમ્બર મહિનામાં જમ્મુ-કાશ્મીરથી નવા સફરજનનું આગમન શરૂ થશે.
ઈન્ડિયન એપલ ગ્રોઅર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ આ સિઝનમાં ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન જ્યારે બરફની જરૂર હતી ત્યારે ઓછો બરફ પડયો હતો.
સફરજનના પાક માટે સમયસર હિમવર્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી જો આમ ન થાય તો આ વર્ષે સફરજનનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીમાં અડધું થઈ શકે છે. આ વર્ષે સફરજનનું છેલ્લા 5 થી 6 વર્ષમાં સૌથી ઓછું ઉત્પાદન થવાની ધારણા છે.
હિમાચલના એપલ ફાર્મર્સ એન્ડ પ્રોગ્રેસિવ ગ્રોઅર્સ એસોસિયેશને જણાવ્યું હતું કે એપ્રિલમાં થયેલા અકાળ વરસાદ અને કરાને કારણે સફરજનના પાકને નુકસાન થયું છે.
આ વર્ષે પ્રતિકૂળ હવામાનને કારણે સફરજનનું ઉત્પાદન ઘટીને 1.5 થી 2 કરોડ બોક્સ થઈ શકે છે. ગયા વર્ષથી 3.5 થી 4 કરોડ બોક્સ (22-24 કિલો) સફરજનનું ઉત્પાદન થયું હતું.
આ વર્ષે કાશ્મીરમાં સફરજનના પાક માટે હવામાન અનુકૂળ નથી. જેના કારણે કાશ્મીરમાં પણ સફરજનનું ઉત્પાદન ઘટી શકે છે. કાશ્મીરમાં સપ્ટેમ્બર મહિનાથી નવા સફરજનનું આગમન શરૂ થશે.
સફરજનના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે આ વર્ષે તેના ખેડૂતોને વધુ ભાવ મળી શકે છે. આ વર્ષે, ખેડૂતોને સફરજનના બોક્સ દીઠ સરેરાશ 2,000 થી 2,200 રૂપિયાનો ભાવ મળી શકે છે. ગત વર્ષે સરેરાશ રૂ. 1,200 થી 1,600 પ્રતિ બોક્સનો ભાવ મળ્યો હતો.
શાકભાજી બાદ ચાલુ વર્ષે સફરજનના ભાવમાં પણ વધારો થવાની શકયતા
