પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મેચ દરમિયાન X પર એક પોસ્ટ મૂકી હતી, તેમણે તે પોસ્ટ ભારત માત્ર 119 રનમાં ઓલઆઉટ થઇ ગયા બાદ મુકી હતી
ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. આ સમયે ક્રિકેટ જોનારાઓની નજર દરેક બોલ પર હતી, કારણ કે મેચ ખૂબ જ સ્પર્ધાત્મક હતી. એક ક્ષણ માટે એવું લાગતું હતું કે ભારત આ મેચ હારવા જઈ રહ્યું છે, પરંતુ મેચ પાકિસ્તાનના હાથમાંથી નીકળી ગઈ અને ભારતની જીત થઇ. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે આ મેચ પછી પાકિસ્તાની ટીમની સાથે વડાપ્રધાન શાહબાઝ શરીફની પણ લોકો ફીરકી લઇ રહ્યા છે. તેમના ટ્વીટ્સ વાયરલ થઈ રહ્યા છે , જેના પર લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.
શું લખ્યું હતું શહબાઝ શરીફે તેમના ટવીટમાં ?
- Advertisement -
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મેચ દરમિયાન X પર એક પોસ્ટ મૂકી હતી, જે હવે વાયરલ થઈ રહી છે. “શાહબાઝ શરીફે લખ્યું હતું,” “આજે ન્યૂયોર્કમાં ભારત સામે પાકિસ્તાનની ટીમની શાનદાર બોલિંગ જોવા મળી હતી”. મને ખાતરી છે કે ટૂર્નામેન્ટમાં ક્રિકેટની શાનદાર રમત જોવા મળશે. આપણા દેશના પ્લેયર્સ સરળતાથી આ લક્ષ્ય હાંસલ કરી લેશે.. મેચની પહેલી ઇનિંગ્સ બાદ પાકિસ્તાનના PMએ આ ટવીટ કર્યુ હતું.. જે હાલ ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.
આ જીત સાથે ભારત બે મેચમાં બે પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની આ બીજી હાર છે. પાકિસ્તાનની ટીમ પહેલા જ અમેરિકા સામે હારી ચૂકી છે. બે હાર બાદ તેમના માટે સુપર-8 તબક્કામાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. આ યાદીમાં ભારત ચોથા સ્થાને છે. અમેરિકા 4 પોઇન્ટ સાથે બીજા અને કેનેડા (2) ત્રીજા સ્થાને છે. આયર્લેન્ડ (0), આયર્લેન્ડ પણ પાકિસ્તાનની જેમ એક પણ મેચ જીતી નથી અને પોઇન્ટ ટેબલમાં તળિયે છે.