જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા કરવા 13 લાખ જેટલા ભાવિકો ઉમટી પડયા હતા ત્યારે ભવનાથ તળેટી સહીતના આસપાસના વિસ્તારોમાં કચરો અને ગંદકી ફેલાય છે તેની સફાઈ કામગીરી આજરોજ સાધુ સંતો સાથે અધિકારી અને મીડિયા કર્મી જોડાયા હતા. લાખો ભાવિકો પરિક્રમા કરવા પધાર્યા હતા જેના લીધે પ્લાસ્ટિકની બોટલો સાથે ખાદ્ય ચીજવસ્તુના પડીકા સહીત અનેક કચરો ભવનાથ વિસ્તારમાં એકત્ર થતા આજ સવારથી ભવનાથ મંદિરના મહંત હરીગીરીજી મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રગિરી બાપુ સાથે પદાધિકારી સહીત મીડિયા કર્મી દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું અને ભવનાથના વિસ્તારોમાં કચરો એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પરિક્રમા બાદ સાધુ – સંતો દ્વારા ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન શરુ કર્યું
Follow US
Find US on Social Medias