વિજય રૂપાણી દિવાળી પહેલા ગુજરાત પરત ફરે તેવી સંભાવના
ભાજપની પરંપરા પ્રમાણે આખરે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું, ત્યારે હવે મુખ્યમંત્રીની જવાબદારીથી મુક્ત થયા બાદ પોતાના પરિવાર સાથે વિદેશમાં સમય વિતાવી રહ્યા છે
લંડન ખાતે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી સંસ્થા-UK દ્વારા આયોજીત કાર્યક્રમમાં આપી હાજરી
લંડનમાં વિજય રૂપાણીનું ભાજપ દ્વારા સન્માન
લંડનમાં સંઘના આગેવાનો સાથે કરી શુભેચ્છા મુલાકાત
- Advertisement -
લંડન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ વરિષ્ઠ પ્રચારક અને વિદેશમાં સંઘના પ્રચાર કાર્યનું દાયિત્વ નિભાવતા ચંદ્રકાતભાઇ શુક્લ તથા વિવિધ ક્ષેત્રના સમવૈચારિક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
ખાસ-ખબર સંવાદદાતા
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 વર્ષ અને 36 દિવસના શાસન બાદ ભાજપની પરંપરા પ્રમાણે આખરે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું, ત્યારે હવે મુખ્યમંત્રીની જવાબદારીથી મુક્ત થયા બાદ પોતાના પરિવાર સાથે વિદેશમાં સમય વિતાવી રહ્યા છે.
થોડા દિવસ પૂર્વે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની દીકરીને મળવા માટે 17 દિવસના બ્રિટન પ્રવાસે છે. વિજય રૂપાણી 7 વર્ષ બાદ પોતાની દીકરીને મળ્યા છે. મુખ્યમંત્રી પદે મહત્વની જવાબદારીઓ, કોરોના મહામારી અને રાજ્યની અનેક કામગીરીઓના કારણે તેઓ પોતાની દીકરીને વર્ષોથી મળ્યા ન હતા. વિજય રૂપાણી અને અંજલીબેન રૂપાણી ગત 12 ઓક્ટોબરથી વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ પત્ની સાથે બ્રિટનમાં છે. ત્યારે મુખ્યમંત્રીએ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
બ્રિટનમાં તેઓ પરિવારના સભ્યો સાથે સમય ગાળી રહ્યા છે. તો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે, ‘લંડન ખાતે રૂ.100 કરોડના ખર્ચે હિન્દુ સંસ્કાર સંવર્ધન સેન્ટર, જૈન કલ્ચર એકેડમી સેન્ટર અને જૈન દેરાસરનું નિર્માણ થઇ રહેલ પરિસરની મુલાકાત કરી હતી. સાથે ટ્રસ્ટીશ્રી નટુભાઈ શાહ, ટ્રસ્ટી વિજયભાઈ શાહ, ટ્રસ્ટી સતીષભાઈ મારવાડી, લીનાબેન અને ચંદ્રકાંતભાઈ શુકલ હાજર રહ્યા હતા.’
- Advertisement -
એવી ચર્ચા ચાલી રહી છે કે, વિજય રૂપાણી દિવાળીની ઉજવણી રાજકોટમાં અથવા ગાંધીનગરમાં કરશે. તેઓ તેઓ દિવાળી પહેલા ગુજરાત પરત ફરે તેવી શક્યતાઓ છે. 17 દિવસનું વેકેશન ગાળીને તેઓ હવે થોડા દિવસોમાં પત્ની અંજલી રૂપાણી સાથે વિદેશ પ્રવાસથી પરત ફરી શકે છે. મુખ્યમંત્રીની જવાબદારીથી મુક્ત થયેલા વિજય રૂપાણી પક્ષના કાર્યોમાં સક્રીય જ છે. લંડનમાં નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાત સંસ્થા-યૂકે દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી.
લંડનમાં ભાજપ ઓવરસીઝ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં શ્રીરામ મંદિર યુકેના પ્રમુખ જય શર્મા, હિન્દુ કાઉન્સિલ યુકેના ચેરમેન ઉમેશ શર્મા, ભાજપ ઓવરસીઝના પ્રમુખ કુલદીપ શેખાવત, ભારતીય જનતા પાર્ટી ઓવરસીઝના ઉપપ્રમુખ શશિકાંત પટેલ, ભાજપ ઓવરસીઝના મહામંત્રી સુરેશ મંગલગીરી તથા UK સ્થિત ગુજરાતી પરિવારો હાજર રહ્યા હતા.