લખનઉની ઘણી હોટલોને બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી. જેમાં ધમકી આપનાર વ્યક્તિએ 55 હજાર ડોલરની માંગણી કરી હતી. હોટેલ ફોર્ચ્યુન, હોટેલ લેમન ટ્રી અને હોટેલ મેરિયોટ સહિત 10 મોટી હોટલોને આ ધમકી મળી હતી. છેલ્લા કેટલાય મહિનાઓથી દેશભરમાં ફ્લાઈટ્સ, સ્કૂલ, કોલેજ અને હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે.
કાલે (27 ઓકટોબર) લખનઉની ઘણી હોટલોને બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી, જેમાં ધમકી આપનાર વ્યક્તિએ 55 હજાર ડોલર (46,25,623 રૂપિયા)ની માંગણી કરી હતી. હોટેલ ફોર્ચ્યુન, હોટેલ લેમન ટ્રી અને હોટેલ મેરિયોટ સહિત 10 મોટી હોટલોને આ ધમકી મળી હતી. છેલ્લા કેટલાય મહિનાઓથી દેશભરમાં ફ્લાઈટ્સ, સ્કૂલ, કોલેજ અને હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે.
- Advertisement -
હોટલ સંચાલકોએ ધમકી અંગે પોલીસને જાણ કરી હતી. શહેરની કુલ 10 હોટલોને આ ધમકીભર્યો મેલ મળ્યો હતો. જેમાં હોટેલ મેરિયોટ, સારાકા હોટેલ, પિકાડિલી હોટેલ, કમ્ફર્ટ હોટેલ વિસ્ટા, ફોર્ચ્યુન હોટેલ, લેમન ટ્રી હોટેલ, ક્લાર્ક અવધ હોટેલ, હોટેલ કાસા, દયાલ ગેટવે હોટેલ અને હોટેલ સિલ્વેટના નામ સામેલ છે.
‘બ્લેક બેગમાં બોમ્બ છુપાવવામાં આવ્યા છે’
ધમકી આપનાર વ્યક્તિએ મેલમાં લખ્યું હતું કે, હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર બ્લેક બેગમાં બોમ્બ સંતાડવામાં આવ્યા છે. મારે $55,000 જોઈએ છે, નહીં તો હું બોમ્બ વિસ્ફોટ કરીશ અને બધે લોહી હશે. બોમ્બને નિષ્ક્રિય કરવાના કોઈપણ પ્રયાસથી તે વિસ્ફોટ થશે.