વડાપ્રધાન મોદીએ તેમની હંમેશની ટેવ મુજબ ઈન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં વાદ્ય યંત્ર વગાડ્યું હતું.
ઈન્ડોનેશિયાના બાલીમાં ચાલી રહેલા જી20 શિખર સંમેલનમાં હાજરી આપવા આવેલા પ્રધાનમંત્રી મોદી ભારતીય સમુદાય દ્વારા ગોઠવવામાં આવેલા એક કાર્યક્રમમાં પહોંચ્યાં હતા. કાર્યક્રમના સ્થળના ગેટ પર પહોંચ્યાં બાદ તેમનો ચિર પરિચિત અંદાજ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ તેમના સ્વાગતમાં કલાકારો દ્વારા વગાડવામાં આવી રહેલા વાદ્ય યંત્ર પર હાથ અજમાવ્યો હતો અને કલાકાર પાસેથી વાદ્ય યંત્ર લઈને પોતે વગાડવા લાગ્યા હતા.
- Advertisement -
#WATCH इंडोनेशिया: प्रधानमंत्री नरेंद्र मोदी ने बाली में वाद्य यंत्र बजाया।
(सोर्स-डीडी) pic.twitter.com/paB5C9ogrK
— ANI_HindiNews (@AHindinews) November 15, 2022
- Advertisement -
આ પહેલા પીએમ મોદી બાયડનને મળ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટ (G20 Summit) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા હતા. આ દરમિયાન G20 સમિટ શરૂ થતાં બંને નેતાઓએ કેટલીક હળવા ક્ષણો શેર કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા શેર કરાયેલ ફોટામાં વિશ્વની બે મહાસત્તાઓના મુખ્ય નેતાઓ હાથ મિલાવતા અને હસતા જોવા મળે છે. આ પહેલા પીએમ મોદી ફ્રાન્સના ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ વાત કરતા જોવા મળ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi arrives at the venue in Bali, Indonesia where an Indian community event will be held shortly; also tries his hands at traditional Indonesian musical instruments.
(Source: DD) pic.twitter.com/xYsGzP1zzS
— ANI (@ANI) November 15, 2022
G-20 સમિટ (G20 Summit) નું પ્રથમ સત્ર
બાલીમાં હાલ G-20 સમિટ (G20 Summit) નું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પીએમ મોદી અને જો બિડેન સિવાય ઘણા દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. PM નરેન્દ્ર મોદી 17મી G-20 સમિટ (G20 Summit) માં ભાગ લેવા ઇન્ડોનેશિયાના બાલી પહોંચ્યા છે. આ દરમિયાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની આ ત્રણ દિવસીય મુલાકાત છે. પીએમ અહીં 20 કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ 10 વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પીએમ મોદી ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.