ખાસ-ખબર સંવાદદાતા
કોલકાતા નાઈટ રાઈડર્સએ બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવીને આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ હાર બાદ દિલ્હીનો ઓપનર પૃથ્વી શો સહિતના ખેલાડીઓ દુ:ખી થયા હતા. પૃથ્વી શો, રિષભ પંત સહિતા કેટલાક ખેલાડીઓ રડી પડ્યા હતા. પૃથ્વી શો ડ્રેસિંગ રૂમમાં એકલો રડતા જોવા મળ્યો હતો. પૃથ્વી શો આ હારથી ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. પૃથ્વી શોના શ્રેષ્ઠ મિત્ર શિખર ધવન પૃથ્વી પાસે આવ્યા અને તેને સંભાળવાની કોશિશ કરી હતી.
છેલ્લી ઓવરમાં કોલકાતાને જીત માટે સાત રનની જરૂર હતી. રવિચંદ્રન અશ્વિન બોલિંગ પર હતો. અશ્વિને શાકિબ અલ હસન અને સુનીલ નારાયણને બે બોલમાં શૂન્ય પર આઉટ કરીને હેટ્રિકની તક બનાવી હતી. છેલ્લા બે બોલમાં કોલકાતાને જીત માટે છ રનની જરૂર હતી. રાહુલ ત્રિપાઠીએ એક સિક્સર ફટકારી મેચ પર કબ્જો કર્યો હતો.