6 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં ઊંડી તપાસ : કચ્છ, દ્વારકા બાદ સોમનાથનો કાંઠો પણ રેઢો પડ
ખાસ-ખબર ન્યૂઝ કોડીનાર, તા.8
- Advertisement -
ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળે છે. શનિવારે રાત્રિના કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના 10 જેટલા પેકેટ મળી આવતા એસ.ઓ.જી પોલીસે આ પેકેટો કબજે કરીને સઘન તપાસ હાથ ધરી છે.
સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ હતું દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને વાત કરી હતી અને તેમના વાલીઓને જાણ કરી હતી. આ સમગ્ર ઘટના ની બાતમી ના આધારે એસઓજી પોલીસ એ.એસ.આઇ ઇબ્રાહિમ બનવા, હેડકોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી અને કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર હતુ સ્થળ પર પહોંચી તપાસ પેકેટની ચકાસણી કરતા પ્રથમ દૃષ્ટિએ આ શંકાસ્પદ ચરસનો જથ્થો માલૂમ પડતાં એસ. ઓ જી પી.આઇ ગઢવી અને પી.એસ.આઇ બાટવા ને જાણ કરતા તેઓ રાત્રિ ના છારા ના દરિયા કાંઠે દોડી આવી આ શંકાસ્પદ ચરસના જથ્થાનો કબ્જો લઈ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આ તમામ પેકેટ તેની ખરાઈ કરવા માટે એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી.
બાદ એફ.એસ.એલ.ના રિપોર્ટ મુજબ આ 12 કિલો 10 ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂપિયા અને આ ચરસ અફઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી પોલીસ દ્વારા આ બિનવારસી મળેલા ચરસ માં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આ ચરસ નો જથ્થો ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિના પહેલા કચ્છ પછી દ્વારકાને હજુ બે દિવસ પહેલા જ ગીર સોમનાથના દરિયાકાંઠે એક પેકેટ ડ્રગ્સનું મળી આવ્યું હતું. બાદ ફરીથી કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી મોટું પોટલું બિન વારસી મળી આવતા જેની અંદરથી 10 જેટલા પેકેટ ચરસ ના મળી આવતા આ તમામ જગ્યાએથી મળેલું ચરસ છે તે એક જ પ્રકારનું પેકેટ અફઘાન ચરસ નાજ મળી આવેલા છે.
જેથી લોકોમાં શંકા કુશંકા અને કુતવલ સાથે અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે ગીર સોમનાથ જિલ્લાનો ફરતે વિશાળ દરિયાકાંઠો છે અને આ દરિયાકાંઠો દાણચોરોના સ્વર્ગ સમાન રેઢા પડ જેવો છે આ દરિયાકાંઠા વિસ્તારમાં દીવ થી વિદેશી દારૂની હોડીઓ મારફત મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે જેમાં કેટલોક માલ પકડાય છે.