મુસ્લિમ યુવતીઓનું પ્રદર્શન, કહ્યું- અમે હિજાબ પહેરવાનું બંધ નહીં કરીએ
ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટક બાદ હવે હિજાબનો વિવાદ જમ્મુ-કાશ્મીર સુધી પહોંચી ગયો છે. શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં આવેલી વિશ્વ ભારતી મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને હિજાબ પહેરવાથી રોકવામાં આવી રહ્યા છે.
- Advertisement -
તેઓ કહે છે કે હિજાબ અમારા ધર્મનો એક ભાગ છે અને અમે તેને બિલકુલ હટાવીશું નહીં. જ્યારે અન્ય શાળાઓમાં તેને લગાવવાની મંજૂરી છે તો અમારી શાળામાં કેમ નહીં? શાળા પ્રશાસનના આ આદેશ સામે વિદ્યાર્થિનીઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મુસ્લિમ વિદ્યાર્થીનીઓની આ તસવીર વિરોધ પ્રદર્શન દરમિયાન લેવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ કહ્યું કે હિજાબ આપણા ધર્મનો એક ભાગ છે.
વિદ્યાર્થીનીઓનો પ્રશ્ર્ન- હિજાબ પહેરેલી છોકરીઓને શિક્ષણનો અધિકાર નથી?
નારાજગી વ્યક્ત કરતા મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે શાળા પ્રશાસન આ મુદ્દાને ધાર્મિક બનાવી રહ્યું છે. તેમના તરફથી સાંપ્રદાયિક નિવેદનો કરવામાં આવી રહ્યા છે.