હળવદ પંથકમાં સારા વરસાદના પગલે રણમાં કાળી મજુરી કરી અમૃત પકવતા અગરીયાઓની મંડળીઓ દ્વારા વધુ સારા ઉત્પાદનની આશ સાથે ઠેર ઠેર રણમાં માતાજીને નૈવેદ્ય ધરાવી મુહૂર્ત કરવામાં આવ્યું છે.
હળવદના અગરીયાઓ રણમાં મીઠું પકવી રોજગારી મેળવી ગુજરાન ચલાવે છે જેમાં આ વર્ષે ચોમાસુ સારું સાબિત થતાં અગરીયાઓમાં પણ મીઠાના સારા ઉત્પાદનની આશ જોવા મળી છે જેમાં રણમાં આશરે પાંચ હજારથી વધારે અગરીયાઓ અને 200 થી વધારે મંડળીઓ પરીવાર સાથે 6 મહિના સુધી કાળી મજુરી કરી પરસેવો સિંચીને અમૃત સમાન મીઠું પકવતા હોય છે ત્યારે મુહૂર્ત સમયે પોતાના આરાદ્ય દેવને રીતરિવાજો મુજબ નૈવેદ્ય ધરાવી શ્રીફળ વધેરી પુજા અર્ચના કરવામાં આવે છે.
- Advertisement -
હળવદ પંથકમાં રણકાંઠાના ગામોનો મુખ્ય વ્યવસાય મીઠું પકવી રોજીરોટી મેળવવાનો છે જેમાં અગરીયાઓ કપરી પરીસ્થિતિ વેઠીને મહામહેનતે રોજીરોટી મેળવતા હોય છે.