એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર વારંવાર પોતાની સફળતાનો નવો ઈતિહાસ લખી રહી છે. એક તરફ જ્યાં આ ફિલ્મે ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે. તો હવે તેની ગણતરી આ વર્ષની બેસ્ટ ફિલ્મોમાં થઇ રહી છે.
ટોપ 10માં RRR
- Advertisement -
જૂનિયર એનટીઆર અને રામ ચરણની આરઆરઆર હવે વર્ષની ધૂમ મચાવનારી ફિલ્મોની ગ્લોબલ યાદીમાં પોતાનુ નામ નોંધાવ્યું છે. આ યાદીમાં આરઆરઆરે ટૉમ ક્રૂજની ટૉપ ગન:મેવરિકને પાછળ ધકેલી દીધી. બ્રિટીશ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટની સાઈટ એન્ડ સાઉન્ડ મેગેઝીને ફિલ્મ આરઆરઆરને 2022ની 50 સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં સામેલ કરી છે. રાજામૌલીની આ ઐતિહાસિક કહાનીને આ યાદીમાં નવમુ સ્થાન પ્રાપ્ત કર્યુ. ટોમ ક્રૂઝની ટૉપ ગન:મેવરિકને આ યાદીમાં 38મુ સ્થાન મળ્યું છે. આ યાદીમાં શોનક સેનની ડોક્યુમેન્ટ્રી ઑલ દેટ બ્રીડ્સ પણ સામેલ છે. ઑલ દેટ બ્રીડ્સે 32મુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
'Naatu Naatu' from 'RRR' makes it to Oscars shortlist in 'Best Original Song' category
Read @ANI Story | https://t.co/fnkcZNBnF6#NaatuNaatu #RRR #Oscars2023 #AcademyAwards2023 pic.twitter.com/3CC2yvOoGC
- Advertisement -
— ANI Digital (@ani_digital) December 22, 2022
આફ્ટર સનને પહેલુ સ્થાન
બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટની સાઈટ એન્ડ સાઉન્ડ મેગેઝીન દર વર્ષે દુનિયાની ટોપ 50 ફિલ્મોની યાદી જાહેર કરે છે. આ યાદીમાં ચાર્લોટ વેલ્સના નિર્દેશનવાળી પહેલી ફિલ્મ આફ્ટર સનને પહેલુ સ્થાન મળ્યું છે. આ ફિલ્મ પિતા અને પુત્રીના સંબંધો પર આધારિત છે.
આરઆરઆરની કહાની
એસએસ રાજામૌલીની ફિલ્મ RRR 4 માર્ચ 2022ના રોજ રીલીઝ થઇ હતી. જેને તેલુગુ, તામિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષામાં રીલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ આરઆરઆર 1920ના દાયકામાં બે ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમ પર આધારિત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ હતી.