પ્રતિ લીટરે બે રૂપિયાનો ભાવવધારો: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ખાસ-ખબર સંવાદદાતા
અમુલ ડેરી દ્વારા ગઈકાલે કરાયેલ ભાવ વધારા બાદ આજે રાજકોટ જિલ્લામાં સ્થાનિક ડેરીમાં છુટક દૂધ વેચતા ડેરીના સંચાલકોએ રાજકોટ ડેરી એસો.ને ભાવ વધારો કરવા માંગ કરી હતી. આ ભાવ વધારો આજથી અમલી બનશે. દૂધના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.
રાજકોટવાસીઓએ હવે અમુલ દૂધ ઉપરાંત છુટક દૂધમાં પ્રતિ લીટરે બે રૂપિયા વધુ ચૂકવવા પડશે. અમુલે ગઈકાલે અમુલ ગોલ્ડ, શક્તિ અને તાજા દૂધમાં લીટર દીઠ બે રૂપિયાનો વધારો કર્યો છે જે ભાવવધારો રાજ્યમાં આજથી અમલી બન્યો છે.