ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ જોષીપરાના અંડરબ્રીજમાં છેલ્લા ભારે વરસાદ બાદ 8 દિવસથી પાણી ભરાયેલુ રહેતા ત્યાના સ્થાનિક લોકો અને વાહન ચાલકો યાતના વેઠી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ આજથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા મહાનગરપાલિકા સફાળુ જાગ્યુ હતુ. અને મોડી રાતથી જ અંડરબ્રીજના ભરાયેલા પાણીને નિકાલ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અને અંડરબ્રીજમાંથી ફરી વાહન વ્યવહાર પૂર્વરત થાય તે માટે તાત્કાલી ધોરણે મશીનરી લગાડીને પાણી ઉલેચવાનું શરૂ કર્યુ હતુ. છેલ્લા 8 દિવસથી અંડરબ્રીજમાં પાણી ઉલેચવામાં મનપા તંત્ર નિષ્ફળ રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અંતે આંદોલનની ચિમકી બાદ પાણી ઉલેચવાની કામગીરી તાત્કાલીક ધોરણે શરૂ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
જોષીપરા અંડબ્રિજમાં 8 દિવસથી પાણી ભરાતા આંદોલનની ચિમકી બાદ મનપા સફાળું જાગ્યું



