ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
રક્ષામંત્રી રાજનાથ સિંહ 25 થી 27 જૂન દરમિયાન ચીનના કિંગદાઓ શહેરમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (જઈઘ) રક્ષામંત્રીઓની બેઠકમાં હાજરી આપશે.
આ બેઠકમાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ પણ હાજરી આપશે. 7 વર્ષ પછી કોઈપણ ભારતીય મંત્રીની આ પહેલી ચીન મુલાકાત હશે. આ પહેલા, તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ એપ્રિલ 2018માં ચીનની મુલાકાતે ગયા હતા.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. વેપાર, મુસાફરી અને સંવાદ ફરી શરૂૂ થયા છે.
કૈલાશ માનસરોવર યાત્રા ચાલુ છે અને ડેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગની માહિતી પણ સામે આવી છે. રાજનાથ સિંહ દ્વિપક્ષીય બેઠક તરીકે ચીનના રક્ષામંત્રી એડમિરલ ડોંગ જુનને પણ મળશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વિઝા નીતિ, કૈલાશ યાત્રા, પાણીના ડેટાની વહેંચણી અને હવાઈ જોડાણ પુન:સ્થાપિત કરવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. બંને નેતાઓ છેલ્લે લાઓસમાં અઉખખ-પ્લસ સમિટમાં મળ્યા હતા, જે સરહદ વિવાદ પછી પહેલી સીધી વાતચીત હતી. પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે 2020થી તણાવ ચાલી રહ્યો હતો. બે વર્ષની લાંબી વાતચીત પછી ડિસેમ્બર 2024માં એક કરાર થયો છે. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને સેનાઓ વિવાદિત સ્થળો ડેપસાંગ અને ડેમચોક પરથી પાછી ખેંચી લેશે.
ડેપસાંગ અને ડેમચોકથી પાછા ખેંચવાની માહિતી પ્રકાશમાં આવી. એવું કહેવામાં આવ્યું હતું કે બંને સેનાઓ એપ્રિલ 2020 પહેલાની તેમની સ્થિતિ પર પાછા ફરશે. ઉપરાંત, તેઓ એ જ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે જ્યાં તેઓ એપ્રિલ 2020 પહેલા પેટ્રોલિંગ કરતા હતા. આ ઉપરાંત, કમાન્ડર સ્તરની બેઠકો પણ થતી રહેશે.
- Advertisement -
2020માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ગલવાન અથડામણ પછી ડેપસાંગ અને ડેમચોકમાં તણાવ હતો. લગભગ 4 વર્ષ પછી, 21 ઓક્ટોબરના રોજ બંને દેશો વચ્ચે એક નવો પેટ્રોલિંગ કરાર થયો. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે તેનો હેતુ લદ્દાખમાં ગલવાન જેવી અથડામણ અટકાવવાનો અને પહેલા જેવી પરિસ્થિતિ બનાવવાનો છે. 25 ઓક્ટોબર: ભારતીય અને ચીની સેનાઓએ 25 ઓક્ટોબરથી પૂર્વી લદ્દાખ સરહદ પરથી પીછેહઠ શરૂૂ કરી દીધી. સમાચાર એજન્સી અગઈં અનુસાર, બંને સેનાઓએ પૂર્વી લદ્દાખમાં ડેમચોક અને ડેપસાંગ પોઈન્ટ પર તેમના કામચલાઉ તંબુ અને શેડ હટાવી લીધા. વાહનો અને લશ્ર્કરી સાધનો પણ પાછા ખસેડવામાં આવ્યા. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (જઈઘ) એક પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેની સ્થાપના 2001માં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન બાદમાં 2017માં અને ઈરાન 2023માં સભ્ય બન્યા.