ચંદ્ર પર 23 ઓગસ્ટના રોજ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 23 ઓગસ્ટના રોજ સાંજે ચંદ્રયાન-3 05:47 વાગ્યે ચંદ્ર પર લેન્ડિંગ કરશે અને ઈતિહાસ બનાવશે.
ઈસરોના મિશન ચંદ્રયાન-3માં બધુ જ બરાબર ચાલી રહ્યું છે. પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી વિક્રમ લેન્ડર ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરી રહ્યું છે. વિક્રમ લેન્ડરની આજે ડિ-ઓર્બિટિંગ કરવામાં આવશે. ત્યારપછી 20 ઓગસ્ટના રોજ પણ ડિ-ઓર્બિટિંગ થશે, લેન્ડર ચંદ્રમાની નીચલી કક્ષામાં લાવીને તેની વધુ નજીક લાવવામાં આવશે. જ્યાંથી ચંદ્ર પર 23 ઓગસ્ટના રોજ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 સાંજે 05:47 વાગ્યે ચંદ્ર પર લેન્ડિંગ કરશે અને ઈતિહાસ બનાવશે.
- Advertisement -
ઈસરોએ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો જાહેર કર્યો છે, જેમાં આગળ પ્રોપલ્શન મોડ્યુલ છે અને પાછળ લેન્ડર વિક્રમ સાથે અલગ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારે 17 ઓગસ્ટના રોજ બપોરે 01:15 વાગ્યે વિક્રમ લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું છે અને લેન્ડર ચંદ્ર તરફ આગળ વધી ગયું. પ્રોપલ્શન મોડ્યુલ એક વર્ષ સુધી ચંદ્રની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવીને તેની જાણકારી મોકલતું રહશે. લેન્ડર ચંદ્રની 100 કિલોમીટરની કક્ષામાં ચક્કર લગાવશે. આજે અને 20 ઓગસ્ટના રોજ આ લેન્ડર ચંદ્રની સપાટીની વધુ નજીક લાવવામાં આવશે. ત્યારપછી 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે.
Chandrayaan-3 Mission:
‘Thanks for the ride, mate! 👋’
said the Lander Module (LM).
- Advertisement -
LM is successfully separated from the Propulsion Module (PM)
LM is set to descend to a slightly lower orbit upon a deboosting planned for tomorrow around 1600 Hrs., IST.
Now, 🇮🇳 has3⃣ 🛰️🛰️🛰️… pic.twitter.com/rJKkPSr6Ct
— ISRO (@isro) August 17, 2023
લેન્ડર વિક્રમ ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરી રહ્યું છે
લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી 150 કિમી ઉપર ફરી રહ્યું છે, તે ડિબૂસ્ટ કરવામાં આવશે, જેથી ન્યૂનતમ અંતર પાર કરી શકાય છે. ચંદ્રયાનના રોવરના લેન્ડિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લેન્ડરની સ્પીડ ધીમી કરવામાં આવશે. ચંદ્ર અને રોવર વચ્ચે 30 કિમીનું અંતર બાકી રહેશે ત્યારે લેન્ડિંગ પ્રોસેસ કરવામાં આવશે. 23 ઓગસ્ટના રોજ સાંજે 05:47 વાગ્યે ચંદ્ર પર રોવરની લેન્ડિંગ પ્રોસેસ શરૂ થશે. પરિક્રમા કરતા કરતા રોવર 90 ડિગ્રીના કોણે ચંદ્ર તરફ ચાલવાની શરૂઆત કરશે. લેન્ડિંગની પ્રક્રિયાની શરૂઆતમાં ચંદ્રયાન-3ની સ્પીડ પ્રતિ સેકન્ડે 1.68 કિમીની રહેશે. થ્રસ્ટરની મદદથી સ્પીડ ઓછી કરીને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવશે.
ચંદ્રયાન-3 લેન્ડર પાસે 4 વૈજ્ઞાનિક ઉપકરણ
અત્યાર સુધી ચંદ્રમાના જે હિસ્સામાં કોઈ પહોંચી શક્યું નથી ત્યાં લેન્ડિંગ કરવામાં આવશે. જેને મૂનની ડાર્ક સાઈડ કહે છે. ચંદ્રમાનો આ એ વિસ્તાર છે, જ્યાં પાણી, બરફ તથા અનેક પ્રકારના મિનરલ્સ હોઈ શકે છે. ચંદ્રયાન-3 લેન્ડર પાસે 4 વૈજ્ઞાનિક ઉપકરણ છે. જે અલગ અલગ કામ કરશે. પહેલુ ઉપકરણ ચંદ્રમાના ભૂકંપની સ્ટડી કરશે. બીજુ ઉપકરણ ચંદ્રમાની સપાટી ગરમીને કેવી રીતે પસાર થવા દે છે, તે સ્ટડી કરશે. ત્રીજુ ઉપકરણ ચંદ્રમાની સપાટી પાસે પ્લાઝ્મા એનવાયરોમેન્ટની સ્ટડી કરશે. ચોથા ઉપકરણની મદદથી વૈજ્ઞાનિક ચંદ્ર અને પૃથ્વીના અંતરની એક્યૂરેસી માપી કરશે. ઉપરાંત લેન્ડર અને રોવર એકબીજા સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હશે. ચંદ્રયાન-2 દરમિયાન જે પણ ભૂલ થઈ તેમાંથી શીખ મેળવીને ઈસરોએ અનેક સુધારા કર્યા છે.