ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રના નાસિક ખાતે એક 35 વર્ષીય મુસ્લિમ ધર્મગુરૂની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મંગળવારે મુંબઈથી આશરે 200 કિમી દૂર આવેલા યેવલા ખાતે મૂળે અફઘાનિસ્તાનના ખ્વાજા સૈયદ ચિશ્તીની હત્યા કરવામાં આવી હતી. ’સૂફી બાબા’ તરીકે પ્રખ્યાત આ મુસ્લિમ ધર્મગુરૂને માથાના ભાગે ગોળી મારવામાં આવી હતી અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
હત્યા બાદ આરોપીઓ એસયુવી કારમાં ફરાર થઈ ગયા હતા અને આ કેસમાં સૂફી બાબાનો ડ્રાઈવર શંકાના ઘેરામાં આવ્યો છે. પોલીસે હત્યા પાછળ કોઈ ધાર્મિક ઉદ્દેશ્ય હોવાનો ઈનકાર કર્યો હતો અને સૂફી બાબા છેલ્લા અનેક વર્ષોથી યેવલા ખાતે રહેતા હોવાની માહિતી આપી હતી.