ખાસ-ખબર સંવાદદાતા
રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર સંસ્થાઓ દ્વારા પોતાની રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢના 13 જેટલા બાળકોએ સાહસિકતા દેખાડી છે. લોકોમાં પર્યાવરણ અંગે જાગરૂકતા આવે અને વિશ્ર્વનું કલ્યાણ થાય તે હેતુસર જૂનાગઢમાં શિવ સ્કેટીંગ કલાસીસમાં આવતા 8 થી 16 વર્ષના 13 બાળકોએ જૂનાગઢથી સોમનાથ સુધીનું સ્કેટીંગ કરીને જવાનું નક્કી કર્યુ હતુ. આજે સવારે 13 બાળકોએ જૂનાગઢ ખાતેથી હર હર મહાદેવના જય ઘોષ સાથે સ્કેટીંગ કરવાનું શરૂ કરી 100 કીમીનું અંતર સ્કેટીંગ કરતા યાત્રાધામ સોમનાથ પહોંચ્યા હતા. આ અંતર કાપતા બાળકોને સાતેક કલાક જેવો સમય લાગેલ હતો. બાળકોની આ સાહસિકત સફરમાં તેમની સાથે વાહનોમાં વાલીઓ સહિતના સાથે રહ્યા હતા.