ભારતમાં 40 ટકા સાંસદ સામે આપરાધિક કેસ દાખલ છે. 763 સાંસદમાંથી 306 સાંસદ સામે અપરાધિક કેસ દાખલ હોવાની જાણકારી મળી છે. જેમાંથી 194 સાંસદ સામે ગંભીર ગુના દાખલ છે.
ભારતમાં 40 ટકા સાંસદ સામે આપરાધિક કેસ દાખલ છે, જેમાંથી 25 ટકા સાંસદ પર ગંભીર કેસ ચાલી રહ્યા છે. આ સાંસદો સામે હત્યા, મર્ડરની કોશિશ, અપહરણ જેવા કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ પર અત્યાચાર કરવાનો ગુનો પણ શામેલ છે. બંને સદનના સભ્યોમાં કેરળના 29 સાંસદમાંથી 23 સાંસદ દાગી છે. આ દાવો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને એસોસિએશન નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જે ચૂંટણી સંબંધિત ડેટાનું એનેલિસિસ કરે છે.
- Advertisement -
ADR અનુસાર સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યસભાની 776 સીટમાંથી 763 સાંસદના એફિડેવિટનું એનેલિસિસ કરીને આ જાણકારી મેળવવામાં આવી છે. લોકસભાની ચાર સીટ અને રાજ્ય સભાની એક સીટ ખાલી છે. જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચાર સીટ ખાલી છે. એક લોકસભા સાંસદ અને ત્રણ રાજ્યસભા સાંસદના એફિડેવિટ ઉપલબ્ધ ના હોવાને કારણે તેમની જાણકારી મળી શકી નથી. 763 સાંસદમાંથી 306 સાંસદ સામે અપરાધિક કેસ દાખલ હોવાની જાણકારી મળી છે. જેમાંથી 194 સાંસદ સામે ગંભીર ગુના (હત્યા, મર્ડરની કોશિશ, અપહરણ જેવા કેસ) દાખલ કરવામાં આવ્યા છે.
બિહારમાં 73 ટકા સાંસદ દાગી
સૌથી વધુ કેરળના સાંસદ સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. બંને સદનમાં કેરળના કુલ 29 સાંસદમાંથી 23 સાંસદ (79 ટકા) પર કેસ દાખલ કરવામાં આવ્યા છે. બિહારના 56 સાંસદમાંથી 41 સાંસદ (71 ટકા), મહારાષ્ટ્રનાં 65 સાંસદમાંથી 37 સાંસદ (54 ટકા), તેલંગાણાના 24 સાંસદમાંથી 5 સાંસદ (50 ટકા), દિલ્હીના 10 સાંસદમાંથી 5 સાંસદ (50 ટકા) સામે આપરાધિક કેસ દાખલ કરવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં 34 ટકા સાંસદ પર ગંભીર કેસ દાખલ
ગંભીર અપરાધ મામલે બિહારના સાંસદ સૌથી આગળ છે. બિહારના 56 સાંસદમાંથી 28 સાંસદ (50 ટકા), કેરળના 29 સાંસદમાંથી 10 સાંસદ (34 ટકા), તેલંગાણાના 24 સાંસદમાંથી 9 સાંસદ (34 ટકા), મહારાષ્ટ્રના 65 સાંસદમાંથી 22 સાંસદ (34 ટકા), ઉત્તરપ્રદેશના 108 સાંસદમાંથી 37 સાંસદ (34 ટકા) સામે ગંભીર આપરાધિક કેસ દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
કોંગ્રેસના 53 ટકા સાંસદ પર કેસ
ભાજપના 385 સાંસદમાંથી 139 સાંસદ (36 ટકા), કોંગ્રેસના 81 સાંસદમાંથી 43 સાંસદ (53 ટકા), TMCના 36 સાંસદમાંથી 14 સાંસદ (39 ટકા), રાજદના 6 સાંસદમાંથી 5 સાંસદ (83 ટકા), CPIના 8 સાંસદમાંથી 6 સાંસદ (75 ટકા), આમ આદમી પાર્ટીના 11 સાંસદમાંથી 3 સાંસદ (27 ટકા), YSRCPના 31 સાંસદમાંથી 13 સાંસદ (42 ટકા) અને NCPના 8 સાંસદમાંથી 3 સાંસદ (38 ટકા) સાંસદના એફિડેવિટમાં અપરાધિક કેસ ચાલી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
રાજદના 50 ટકા સાંસદ પર ગંભીર કેસ
ભાજપના 385 સાંસદમાંથી 98 સાંસદ (25 ટકા), કોંગ્રેસના 81 સાંસદમાંથી 26 સાંસદ (32 ટકા), TMCના 36 સાંસદમાંથી 7 સાંસદ (19 ટકા), રાજદના 6 સાંસદમાંથી 3 સાંસદ (50 ટકા), CPIના 8 સાંસદમાંથી 2 સાંસદ (25 ટકા), આમ આદમી પાર્ટીના 11 સાંસદમાંથી 1 સાંસદ (9 ટકા), YSRCPના 31 સાંસદમાંથી 11 સાંસદ (35 ટકા) અને NCPના 8 સાંસદમાંથી 2 સાંસદ (25ટકા) સાંસદના એફિડેવિટમાં ગંભીર અપરાધિક કેસ ચાલી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
21 સાંસદ પર મહિલાઓ સાથે અત્યાચાર કરવાનો અપરાઘ
11 સાંસદ સામે હત્યા, 32 સાંસદ પર હત્યા કરવાની કોશિશ કરવાના કેસ દાખલ છે. 21 સાંસદ પર મહિલાઓ સાથે અત્યાચાર કરવાનો અપરાઘ. 21 સાંસદમાંથી 4 સાંસદ પર રેપ જેવા ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે.
તેલંગાણામાં સૌથી અમીર સાંસદ
NDRએ જણાવ્યું છે કે, લોકસભા અને રાજ્યસભાના સાંસદ પાસે સરેરાશ 38.33 કરોડ રૂપિયાની સંપત્તિ છે, 53 સાંસદ (7 ટકા) અરબપતિ છે. જેમાંથી તેલંગાણાના સાંસદ સૌથી અમીર છે. તેલંગાણાના 24 સાંસદની સરેરાશ સંપત્તિ 262.26 કરોડ રૂપિયા છે. ત્યારપછી આંધ્રપ્રદેશના 36 સાંસદની સંપત્તિ 150.76 કરોડ રૂપિયા છે. પંજાબના 20 સાંસદની સરેરાશ સંપત્તિ 88.94 કરોડ રૂપિયા છે.
લક્ષદ્વીપના સાંસદની સૌથી ઓછી સંપત્તિ
લક્ષદ્વીપના 1 સાંસદની સરેરાશ સંપત્તિ 9.38 લાખ રૂપિયા છે. ત્યારપછી ત્રિપુરાના ત્રણ સાંસદની સરેરાશ સંપત્તિ 1.09 કરોડ રૂપિયા અને મણિપુરના 3 સાંસદની સરેરાશ સંપત્તિ 1.12 કરોડ રૂપિયા છે.
ભાજપના સાંસદની સરેરાશ સંપત્તિ 18.31 કરોડ રૂપિયા
ભાજપના 385 સાંસદની સરેરાશ સંપત્તિ 18.31 કરોડ રૂપિયા છે, કોંગ્રેસના 81 સાંસદની સરેરાશ સંપત્તિ 39.12 કરોડ રૂપિયા છે. TMCના 36 સાંસદની સરેરાશ સંપત્તિ 8.72 કરોડ રૂપિયા છે. YSRCPના 31 સાંસદની સરેરાશ સંપત્તિ 153.76 કરોડ રૂપિયા છે. TRSના 16 સાંસદની સરેરાશ સંપત્તિ 383.51 કરોડ રૂપિયા છે. NCPના 8 સાંસદની સરેરાશ સંપત્તિ 30.11 કરોડ રૂપિયા છે. આમ આદમી પાર્ટીના 11 સાંસદની સરેરાશ સંપત્તિ 119.84 કરોડ રૂપિયા છે.
આ રાજ્યોમાં અરબપતિ સાંસદ
53 સાંસદ અરબપતિ છે. જેમાંથી તેલંગાણાના 24 સાંસદમાંથી 7 સાંસદ (29 ટકા), આંધ્રપ્રદેશના 36 સાંસદમાંથી 9 સાંસદ (25 ટકા), દિલ્હીના 10 સાંસદમાંથી 2 સાંસદ (20 ટકા), પંજાબના 20 સાંસદમાંથી 4 સાંસદ (20 ટકા), ઉત્તરાખંડના 8 સાંસદમાંથી 1 સાંસદ (13 ટકા), મહારાષ્ટ્રના 65 સાંસદમાંથી 6 સાંસદ (9 ટકા), કર્ણાટકના 39 સાંસદમાંથી 3 સાંસદો (8 ટકા)એ 100 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિની જાહેરાત કરી છે.
ભાજપના 4 ટકા સાંસદ અરબપતિ
ભાજપના 385 સાંસદમાંથી 14 સાંસદ (4 ટકા), કોંગ્રેસના 81 સાંસદમાંથી 6 સાંસદ (7 ટકા), TRSના 16 સાંસદમાંથી 7 સાંસદ (44 ટકા), YSRCPના 31 સાંસદમાંથી 7 સાંસદ (23 ટકા), આપના 11 સાંસદમાંથી 3 સાંસદ (27 ટકા), SADના 2 સાંસદમાંથી 2 સાંસદ (100 ટકા) અને AITCના 36 સાંસદમાંથી 1 સાંસદ (3 ટકા) સાંસદે 100 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિની જાહેરાત કરી છે. 763 સાંસદની કુલ સંપત્તિ 29,251 કરોડ રૂપિયા છે.
ભાજપના સાંસદ પાસે 7,051 કરોડ રૂપિયાની સંપત્તિ
ભાજપના 385 સાંસદની કુલ સંપત્તિ 7,051 કરોડ રૂપિયા, TRSના 16 સાંસદની કુલ સંપત્તિ 6,136 કરોડ રૂપિયા, YSRCPના 31 સાંસદની કુલ સંપત્તિ 4,766 કરોડ રૂપિયા, કોંગ્રેસના 81 સાંસદની કુલ સંપત્તિ 3,169 કરોડ રૂપિયા, આપના 11 સાંસદની કુલ સંપત્તિ 1,318 કરોડ રૂપિયા છે.