મધ્યપ્રદેશમાં 16થી 21 જૂન દરમિયાન ચોમાસાનું આગમન થશે
નિકોબાર ટાપુઓ ઉપર ચોમાસું આવી ગયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
હાલ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બળબળતી ગરમી વચ્ચે લોકો સેકાઈ રહ્યા છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ મહત્વની જાહેરાત કરી છે. આઈએમડીએ જણાવ્યું છે કે, ચોમાસુ અંદામાન-નિકોબાર પહોંચી ગયું છે અને 31 મે સુધી તે કેરળ પહોંચી જશે. ગત વર્ષે ચોમાસાએ અંદામાન-નિકોબાર ટાપુ પર 19 મેએ પધરામણી કરી હતી, પરંતુ કેરળમાં નવ દિવસના વિલંબ બાદ આઠ જૂને પહોંચ્યું હતું. આ ઉપરાંત હવામાન વિભાગે ગુજરાત સહિત તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કઈ તારીખે ચોમાસાની પધરામણી થશે તેની પણ માહિતી આપી છે.
આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખો પહેલા કેરળમાં એન્ટ્રી કરી શકે છે. આમ તો કેરળમાં પહેલી જૂને ચોમાસું આવતું હોય છે, પરંતુ જાહેરાત મુજબ ચાર દિવસ વહેલું અથવા મોડું આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલે કે ચોમાસું 28 મેથી ત્રણ જૂન વચ્ચે ગમે ત્યારે પધરામણી કરી શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ ચોમાસું સૌપ્રથમ કેરળમાં પહેલી જૂનથી ત્રણ જૂન વચ્ચે, જ્યારે છેલ્લે રાજસ્થાનમાં 25 જૂનથી છ જૂલાઈ વચ્ચે પધરામણી કરી શકે છે.
- Advertisement -
ચોમાસુ સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરે છે. તેના પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે. તેની સાથે તે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. આ પહેલા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ વખતે ચોમાસામાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે 15 એપ્રિલના રોજ તેમના વર્તારામાં જણાવ્યું હતું કે ચોમાસુ લગભગ 106 ટકા રહેવાની આશા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 1971થી 2000ના સમયગાળા માટે આખી સીઝનમાં સરેરાશ 87 સેમી વરસાદ પડયો છે. ગયા વર્ષે લાંબા સમયગાળાની ચોમાસાની સરેરાશ 94.4 ટકાથી નીચી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તેના પહેલા 2022ની ચોમાસાની એલપીએ 106 ટકા સાથે સામાન્ય કરતાં વધારે હતી. જ્યારે 2021માં લાંબાગાળાના સરેરાશ ચોમાસાએ વરસાદ 99 ટકાની સરેરાશે સામાન્ય હતું. જ્યારે 2020માં તે 109 ટકા એટલે ફરીથી સામાન્ય કરતાં વધારે હતું.
હવામાન વિભાગના ડેટા મુજબ, કેરળમાં ચોમાસાની પધરામણીની તારીખો છેલ્લા 150 વર્ષોમાં બદલાતી રહી છે. 1918માં ચોમાસું 11 મેએ સૌપ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972માં 18 જૂને સૌથી મોડું કેરળ પહોંચ્યું હતું. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો 2020માં ચોમાસું પહેલી જૂન, 2021માં ત્રણ જૂન, 2022માં 29 મે અને 2023માં આઠ જૂને કેરળ પહોંચ્યું હતું.
ક્લાઈમેટ (જળવાયુ)ના બે પેટર્ન હોય છે, એક અલ-નીનો અને બીજું લા-નીના… ગત વર્ષે અલ નીનો સક્રિય હતું, જ્યારે આ વર્ષે આ સપ્તાહે જ અલ-નીનોની અસર સમાપ્ત થઈ છે અને ત્રણ-પાંચ અઠવાડિયામાં લા-નીનાની સ્થિતિ ઉભી થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગત વર્ષે અલ નીનો સક્રિય થવાના કારણે ઓછામાં ઓછો 94 ટકા વરસાદ ખાબક્યો હતો. જ્યારે લા-નીનાની સક્રિયતાના કારણે વર્ષ 2020માં 109 ટકા, 2021માં 99 ટકા અને 2023માં 106 ટકા વરસાદ પડ્યો હતો.અલ નીનો અને લા નીના એમ બે જળવાયુની પેટર્ન છે. ગયા વર્ષે અલ નીનો સક્રિય હતું, જ્યારે આ વખતે અલ નીનોની સ્થિતિ આ અઠવાડિયે સમાપ્ત થઈ ગઈ છે અને ત્રણથી પાંચ સપ્તાહમાં લા નીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. ગયા વર્ષે, અલ નીનો દરમિયાન, સામાન્ય કરતાં 94% ઓછો વરસાદ પડ્યો હતો. 2020થી 2022 દરમિયાન લા નીના ટ્રિપલ ડીપ દરમિયાન, 109%, 99% અને 106% વરસાદ થયો હતો.
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કંઈ તારીખે એન્ટ્રી કરશે ચોમાસું
કેરળ- 1 થી 3 જૂન
તમિલનાડુ- 1 થી 5 જૂન
આંધ- 4 થી 11 જૂન
કર્ણાટક- 3 થી 8 જૂન
બિહાર- 13 થી 18 જૂન
ઝારખંડ- 13 થી 17 જૂન
પશ્ચિમ બંગાળ- 7 થી 13 જૂન
છત્તીસગઢ- 13 થી 17 જૂન
ગુજરાત- 19 થી 30 જૂન
મધ્ય પ્રદેશ- 16 થી 21 જૂન
મહારાષ્ટ્ર- 9 થી 16 જૂન
ગોવા- 5 મી જૂન
ઓડિશા- 11 થી 16 જૂન
ઉત્તર પ્રદેશ- 18 થી 25 જૂન
ઉત્તરાખંડ- 20 થી 28 જૂન
હિમાચલ પ્રદેશ- 22 જૂન
લદ્દાખ, જમ્મ- 22 થી 29 જૂન
દિલ્હી- 27 જૂન
પંજાબ- 26 જૂનથી 1 જુલાઈ
હરિયાણા- 27 જૂનથી 3 જુલાઈ
ચંદીગઢ- 28 જૂન
રાજસ્થાન- 25 જૂનથી 6 જુલાઈ