નાણાકીય વર્ષ-2025 સુધીમાં મુંબઈની વીજળીની માંગ 5,000 મેગાવોટ સુધી પહોંચવાની ધારણા છે જેની વર્તમાનમાં પીક ડિમાન્ડ 4,000 મેગાવોટ છે
ખાસ-ખબર સંવાદદાતા
એન્ડ-ટુ-એન્ડ એનર્જી સોલ્યુશન્સ પ્રદાન કરતી ભારતની સૌથી મોટી ખાનગી યુટિલિટી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(અઊજક)એ તેના ગ્રીન ઇંટઉઈ લિંક પ્રોજેક્ટ માટે ઞજઉ 1 બિલિયનનું ફાયનાન્સિયલ ક્લોઝર સફળતાપૂર્વક હાંસલ કર્યું હોવાની જાહેરાત કરી છે, જે માયાવી નગરી મુંબઇને વધુ હરિયાળું બનાવવા માટે તાકાત આપવા સાથે મુંબઈની ગ્રીડ શહેરને વધુ રિન્યુએબલ પાવર સપ્લાય કરીને તેની વધી રહેલી વીજળીની માંગને પહોંચી વળવા સક્ષમ બનાવશે.
- Advertisement -
તેના નિર્માણાધીન ટ્રાન્સમિશન એસેટ્સ પોર્ટફોલિયો માટે ઓક્ટોબર 2021માં ઞજઉ 700 મિલિયન માટે ટાય અપ કરેલ પ્રોજેક્ટ માટે રીવોલ્ડિંગ ધિરાણ સુવિધાનો એક ભાગ છે. આ અજોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ ફ્રેમવર્ક પ્લેટફોર્મ જે પોર્ટફોલિયોએ અન્ય પ્રોજેક્ટ માટે લીધેલું ભંડોળ ચૂકવી દીધું હોય તેવી બાંધકામ હેઠળની વિવિધ અસ્કયામતોને ભંડોળ પૂરું પાડે છે છે. આવું અસરકારક વન-ટાઇમ માળખું કંપનીના ટ્રાન્સમિશન પોર્ટફોલિયો અંતર્ગત ભવિષ્યના તમામ પ્રોજેક્ટ્સ માટે મૂડીની સતત અને સાતત્યપૂર્ણ ઍક્સેસની ખાતરી આપે છે.
પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ ફ્રેમવર્ક માટેના બેન્કિંગ ક્ધસોર્ટિયમમાં ડીબીએસ બેન્ક લિ.,ઇન્ટેસા સાનપાઓલો જ.ા.અ., મિઝુહો બેન્ક લિ., ખઞઋૠ બેન્ક લિ., સિમેન્સ બેન્ક જીએમબીએચ, સોસાયટી જનરલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, સુમિટોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પોરેશન અને હોંગ કોંગ મોર્ટગેજ કોર્પોરેશન લિ. સહિત નવ આંતરરાષ્ટ્રીય બેન્કોનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ-2025 સુધીમાં મુંબઈની વીજળીની માંગ 5,000 મેગાવોટ સુધી પહોંચવાની ધારણા છે જેની વર્તમાનમાં પીક ડિમાન્ડ 4,000 મેગાવોટ છે. આ આઇલેન્ડ સિટીમાં ફક્ત 1,800 મેગાવોટની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા છે. હાલની ટ્રાન્સમિશન કોરિડોર ક્ષમતા સામે અવરોધના જોખમો રહ્યા છે.
સમગ્ર શહેરમાં ગ્રીડની મર્યાદાઓને કારણે 12મી ઑક્ટોબર 2020ના રોજ વીજ અંધારપટની મોટી ઘટના બની હતી. રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રીડ સાથે ઇન્ટરફેસ પ્રદાન કરીને ઇંટઉઈ ટ્રાન્સમિશન લિંક ગ્રીડની સ્થિરતા વધારશે. આ લિંક દ્વારા શહેરમાં વધારાની 1,000 મેગાવોટ રિન્યુએબલ પાવરનો જથ્થો ઠાલવવામાં આવશે, પરિણામે ભવિષ્યમાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત થશે. અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.(અઊખક) સૌથી મોટી વીજળી વિતરણ કંપની બની રહી હોવાને કારણે 2027 સુધીમાં એકંદર મિશ્રણમાં રિન્યુએબલ પાવરનો હિસ્સો 60% સુધી લઇ જવા માટે પ્રતિબદ્ધ છે. જ્યાં નેટવર્કના એક ભાગમાં અચાનક નવા લોડ અથવા બ્લેકઆઉટને કારણે સિંક્રોનાઇઝેશનની સમસ્યાઓ અને કાસ્કેટિંગ નિષ્ફળતાઓ થઈ શકે છે તે સંજોગોમાં એચવીડીસી ટ્રાન્સમિશન ટેક્નોલોજી પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને સ્થિર કરતી હોવાના કારણે અન્ય પરંપરાગત તકનીકો કરતાં ઉત્તમ છે. આ ઉપરાંત જ્યાં પાવર સપ્લાય મેળવવા માટે સબમરીન કેબલનો ઉપયોગ કરવામાં આવે છે તેવા આઇલેન્ડ માટે આ એકમાત્ર યોગ્ય તકનીક છે વધુ મહત્ત્વની વાત એ છે કે, તે પર્યાવરણનાજતન માટે સૌથી અનુકૂળ વિકલ્પ છે કારણ કે તે પ્રતિ ચોરસ મીટર વધુ ઉર્જાનું પ્રસારણ કરે છે પરિણામે એનર્જી લોસ ઓછો થાય છે.ભારતમાં એચવીડીસી ટ્રાન્સમિશન લાઇન અને વિક્રમરુપ સમયમાં ઇન્સ્ટોલ કરવાનો અનુભવ ધરાવતી અદાણી એનર્જી સોલ્યુશન્સ એ એકમાત્ર ખાનગી કંપની છે.
- Advertisement -
મુંબઈ જેવા મહાનગરમાં 80 કિમીનો આ બહુપક્ષીય વિરાટ પ્રોજેક્ટ વિકસાવવા આડેની તમામ જટિલ સમસ્યાનું સંચાલન કરતી વેળાએ શહેરને તકનીકી અપગ્રેડેશન પ્રદાન કરશે. આ લિંકનું નિર્માણ કાર્ય ઓક્ટોબર 2023માં શરૂ થશે.
કપનીના મેનેજિંગ ડાયરેકટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે આ લિંકનું નિર્માણ મુંબઇ શહેર માટે સમયની જરૂરિયાત છે અને તેના વિકાસની આકાંક્ષાઓને ટેકો આપવા સાથે મુંબઈને ઉજ્જવળ અને હરિયાળું ભવિષ્ય પ્રદાન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ શહેરના ડીકાર્બોનાઇઝેશન અને તેની નેટ ઝીરો યાત્રાની ગતિને વેગ આપવામાં મદદ કરશે. અમારા બેંકિંગ ભાગીદારો તરફથી આ વ્યવહારને સરળતાથી પૂર્ણ કરવામાં અમોને મળેલા સતત સમર્થન માટે અને અઊજકમાં તેમના વિશ્વાસ માટે તેઓને બિરદાવીએ છીએ.
આ સુવિધાને સસ્ટેનેલિટિક્સ દ્વારા ગ્રીન લોન તરીકે પણ પ્રમાણિત કરવામાં આવી છે અને તે સ્વચ્છ ઊર્જાના પ્રસારણને સમર્થન આપશે અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (જઉૠ) 7ને આગળ વધારશે. આ પ્રકારનું ધિરાણ માળખું પ્રોજેક્ટ ફાઇનાન્સ માટેનું પ્રથમ બેનમૂન માળખું છે અને તેણે પ્રોજેક્ટ ફાઇનાન્સ માટે ઇન્ટરનેશનલ એશિયા-પેસિફિક ઇન્ડિયન ડીલ 2021 અને વર્ષ 2021નો અઅઅ એસેટની સૌથી નવીન ડીલ તેમજ વર્ષ 2021ની ઈંઉં ગ્લોબલનો પોર્ટફોલિયોની નાણાકીય ડીલ.જેવા સોદાઓ માટે બહુવિધ પ્રશંસા મેળવી છે.