APSEZનો શેર 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી જૂથની વિવિધ કંપનીઓના શેર સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી સાથે આગળ વધી રહ્યા છે. ગજઊમાં અદાણી પોર્ટ્સનો શેર ટોપ ગેઇનર બન્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરના ઉત્કૃષ્ટ પરિણામો બાદ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રોકરેજ ફર્મ્સ આ સ્ટોકમાં વધુ તેજી જોઈ રહ્યા છે અને તેને ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. અદાણી પોર્ટ્સનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યોં છે. દેશના સૌથી મોટા પ્રાઈવેટ પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (અઙજઊણ)નો શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. 2 ફેબ્રુઆરીએ ગજઊ પર આ શેરમાં રૂા. 43.65 (3.58%)નો વધારો થયો હતો, છેલ્લા એક વર્ષમાં અદાણી પોર્ટે તેના રોકાણકારોને 131.46% વળતર આપ્યું છે. માર્કેટ એક્સપર્ટ્સ માનવું છે કે અદાણી પોર્ટ્સમાં સારી ગતિ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં 1300નો ભાવ જોવા મળી શકે છે.
અદાણી પોર્ટ્સના શેરમાં બ્રોકરેજ ફર્મ જેફરીઝે ’ઇઞઢ’ રેટિંગ જાળવી રાખ્યું છે. જેફરીઝનો અભિપ્રાય છે કે જો વર્તમાન પરિસ્થિતિ યથાવત રહેશે, તો કંપની ઋઢ25માં 500ળક્ષિં વોલ્યુમના આંકને વટાવી શકે છે. એટલું જ નહીં, કંપની ઋઢ25 સુધીમાં 30% થી વધુ બજાર હિસ્સો હાંસલ કરી શકે છે. આ સાથે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (અઙજઊણ)નો નફો 65.22 ટકા વધીને રૂ. 2,208.21 કરોડ થયો છે.
વેન્ચુરા સિક્યોરિટીઝે અદાણી એનર્જીના શેરમાં ઉછાળાની આગાહી કરી છે.
- Advertisement -
ફર્મે અદાણીની એનર્જી કંપનીના આ શેર પર 1,889 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે અને તેના માટે ’બાય’ રેટિંગ આપ્યું છે. નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીના સંકલિત ચોખ્ખો નફો 148 ટકાથી વધીને 256 કરોડ રૂપિયા થયો છે.