ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 84.4 અબજ ડોલર પહોંચી છે. તેઓ હવે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીથી માત્ર એક જ નંબર ઉપર છે. અંબાણીની કુલ સંપત્તિ 82.2 બિલિયન ડોલર છે.
હિંડનબર્ગના રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણીને ભારે નુકસાન થયું છે. ત્રણ દિવસમાં તેમના ગ્રુપની કંપનીઓને 34 અબજ ડોલરનું નુકસાન થયું છે. એટલું જ નહીં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં પણ ગૌતમ અદાણી ટોપ 10 ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
- Advertisement -
ઇન્ડેક્સમાં 11માં સ્થાને પહોંચ્યા અદાણી
બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં અદાણી ચોથા સ્થાનેથી 11માં સ્થાને પહોંચી ગયા છે અને તેમના ગ્રુપ કંપનીઓના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અનુમાન છે કે ટૂંક સમયમાં ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ પણ ગુમાવી શકે છે.
નેટવર્થ ઘટીને 84.4 અબજ ડોલર પર પહોંચી
ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 84.4 અબજ ડોલર પર પહોંચી ચૂકી છે. તેઓ હવે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીથી માત્ર એક જ નંબર ઉપર છે. અંબાણીની કુલ સંપત્તિ 82.2 બિલિયન ડોલર છે.
25 જાન્યુઆરીએ હિંડનબર્ગે જારી કર્યો હતો એક રિપોર્ટ
25 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપ અંગે 32 હજાર શબ્દોનો એક રિપોર્ટ જારી રહ્યો હતો. રિપોર્ટના તારણોમાં 88 પ્રશ્નોને સામેલ કર્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ગ્રુપ દાયદાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ વર્ષમાં શેરની કિંમતો વધવાથી અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણીની સંપત્તિ એક અરબ ડોલર વધીને 120 અરબ ડોલર થઈ ગઈ છે. આ દરમિયાન જૂથની 7 કંપનીઓના શેર સરેરાશ 819 ટકા વધ્યા છે.
- Advertisement -