ગૌતમ અદાણીએ અસગ્રસ્તો માટે રૂ.5 કરોડનું દાન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ વાયનાડ
અદાણી ગ્રૂપ પીડિતો પ્રત્યે સંવેદનશીલતા દાખવવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં થયેલા કેરળ ભૂસ્ખલનના પીડિતોની મદદ માટે અદાણી જૂથે હાથ લંબાવ્યો છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આ હોનારતમાં મૃત્યુ પામેલા લોકો માટે ઉંડો શોક વ્યક્ત કર્યો છે. ભૂસ્ખલન પ્રભાવિત લોકોની મદદ માટે ગૌતમ અદાણીએ કેરળના મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાં ₹. 5 કરોડનુ દાન આપ્યું છે.
- Advertisement -
સોમવારે મોડી રાત્રે કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃતાંક 300 ને વટાવી ગયો છે. અતિભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન અદાણી ગ્રુપે પીડિતોની પડખે ઉભા રહીને સીએમ રિલીફ ફંડમાં ₹. 5 કરોડનું દાન કર્યું છે. અત્યાર સુધીમાં રેસ્ક્યુ ટીમ દ્વારા 800 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માહિતી આપતા કહ્યું છે કે, “અમે આ કપરા સમયે કેરળના લોકોની પડખે છીએ. ભૂસ્ખલનમાં જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના દુખમાં અમે સહભાગી છીએ. આશા છે કે આ યોગદાન તેમની પીડા અને રાહત કામગીરીના પ્રયાસોમાં મદદરૂપ થશે. અદાણી ગ્રૂપ કેરળમાં રાહત પ્રયાસોને ટેકો આપવા માટે ₹. 5 કરોડની સહાય પ્રદાન કરશે.
વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામો ધોવાઈ ગયા હતા. 130થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 200થી વધુ લોકો હજુપણ ગુમ છે. આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો એડીચોટીનું જોર લગાવી રહી છે.
અગાઉ નવેમ્બર 2022 માં મોરબીના ઝૂલતા પુલની કમનસીબ દુર્ઘટનાના પીડિતો માટે પણ અદાણી જૂથે ₹.5 કરોડની માતબર રકમ દાન કરી હતી. એટલું જ નહીં, જૂન 2023માં ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર નિર્દોષ બાળકોના શાળા શિક્ષણની જવાબદારી લઈ અદાણી જૂથે સંવેદનશીલ સામાજીક ઉત્તરદાયીત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.