ખાસ-ખબર સંવાદદાતા
પોર્ટ્સ-ટુ-પાવર સમૂહ અદાણી ગ્રુપે સોમવારે તમિલનાડુ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ 2024માં રૂ. 42,700 કરોડથી વધુના રોકાણ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) પર હસ્તાક્ષર કર્યા. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા આગામી 5-7 વર્ષમાં ત્રણ પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (ઙજઙ) માં રૂ. 24,500 કરોડનું સૌથી મોટું રોકાણ કરવામાં આવશે.
અદાણી કોનેક્સ આગામી સાત વર્ષમાં હાઇપરસ્કેલ ડેટા સેન્ટરમાં રૂ. 13,200 કરોડનું રોકાણ કરશે, જ્યારે અંબુજા સિમેન્ટ આગામી પાંચ વર્ષમાં ત્રણ સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટમાં રૂ. 3,500 કરોડનું રોકાણ કરશે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ આઠ વર્ષમાં રૂ. 1,568 કરોડનું રોકાણ કરશે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, રાજ્યના ઉદ્યોગ મંત્રી ટી.આર.બી. રાજા અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મેનેજિંગ ડાયરેક્ટર કરણ અદાણી, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ સરકારી વિભાગોના સચિવોની ઉપસ્થિતીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
એમઓયુ પર હસ્તાક્ષર કરતા શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, આજનું તમિલનાડુ સ્થિરતા, સુસ્થાપિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંપૂર્ણ કનેક્ટિવિટી, સલામત અને સુરક્ષિત પડોશીઓ, વ્યવસાય-મૈત્રીપૂર્ણ નીતિઓનું ઉત્તમ ઉદાહરણ છે. તામિલનુમાં અધિકારીઓની કાર્યક્ષમ ટીમ, અને વૈવિધ્યસભર અને ઉચ્ચ-કુશળ કાર્યબળ, જેમાં દેશમાં બીજે ક્યાંય કરતાં વધુ મહિલાઓ છે! તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનને સંબોધતા કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “તમિલનાડુને સામાજિક-આર્થિક પાવરહાઉસ બનાવવાની તેમની ઝુંબેશથી આ રાજ્યમાં રોકાણ માટે વધતી જતી સંખ્યામાં વ્યાપારી ગૃહો આકર્ષાયા છે – અને અદાણી જૂથને તેમાંથી એક બનવાનો વિશેષાધિકાર મળ્યો છે.”
તમિલનાડુમાં અદાણી ગ્રૂપ બંદરો અને લોજિસ્ટિક્સ, ખાદ્ય તેલ, પાવર ટ્રાન્સમિશન, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન, ડેટા સેન્ટર્સ, ગ્રીન એનર્જી અને સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ સહિત અનેક ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે.
બંદરો અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હાલમાં કટ્ટુપલ્લી અને એન્નોર બંદરોનું સંચાલન કરે છે. અત્યાર સુધીમાં તિરુવલ્લુર જિલ્લામાં કુલ રૂ. 3,733 કરોડનું રોકાણ કર્યું છે. બે બંદરો સામૂહિક રીતે ચેન્નાઈ અને શ્રી સિટી પ્રદેશોમાં અંતરિયાળ વિસ્તારોને આવરી લે છે અને રાજ્યની એક્ઝિમ જરૂરિયાતોને પહોંચી વળવા શ્રેષ્ઠ સ્થિતિમાં છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ઙજઙ પ્લાન્ટ્સ હાઇડ્રોઇલેક્ટ્રિક એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સમાં રોકાણ કરીને તમિલનાડુમાં તેની હાજરીને વૈવિધ્ય બનાવશે જે વીજળી ઉત્પન્ન કરવા માટે ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરે છે. તે થેનમલાઈ, અલેરી અને અલિયારમાં સુવિધાઓ દ્વારા કુલ 4,900 મેગાવોટની ક્ષમતાને લક્ષ્યાંકિત કરી રહી છે. આ સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ માટે 4,400 થી વધુ રોજગારીની તકો ઊભી કરશે અદાણી જૂથ આશરે રૂ. 25,000 કરોડનું રોકાણ કરશે.
અંબુજા સિમેન્ટ્સ અને અઈઈએ રાજ્યમાં 1 મિલિયન ટનની વાર્ષિક ક્ષમતા ઊભી કરવા માટે રૂ. 550 કરોડનું રોકાણ કર્યું હતું. જેને 3,500 કરોડના રોકાણ સાથે 14 મિલિયન મેટ્રિક ટન સુધી વધારવામાં આવશે તેનાથી 2 મિલિયન ટનની ક્ષમતાવાળા મડુક્કરાઈમાં એક અને કટ્ટુપલ્લીમાં 6 મિલિયન ટનની ક્ષમતાવાળા બે અને તુતીકોરીનમાં પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ તેમના સ્થાનિકોમાં 5,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી કરશે.
અદાણી ટોટલ ગેસ દ્વારા કુડ્ડલોર અને તિરુપુર જિલ્લાની સિટી ગેસ વિતરણ જરૂરિયાતોને પણ પૂરી કરે છે. તે હાલમાં 180 કરોડ રૂપિયાના રોકાણ સાથે 100 કિમીથી વધુની પાઇપલાઇન બિછાવીને પાઈપ્ડ ગેસ સાથે 5,000 થી વધુ ઘરોને સેવા આપે છે. અદાણી ટોટલ ગેસ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન માઈનિંગ અને ટ્રક માટે લિક્વિફાઈડ નેચરલ ગેસ અને ઈલેક્ટ્રિક વાહનોમાં તેની ઓફરિંગને વિસ્તારવા માટે તમિલનાડુમાં તેનું રોકાણ નવ ગણાથી વધુ વધારશે.