બીડમાં તેઓએ એનસીપી યુવા પાંખની એક રેલીને સંબોધન કરતા સલાહ આપી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ સલાહ આપી હવે પગે લાગવાનું બંધ કરો
- Advertisement -
દેશમાં રાજકીય નેતાઓના તેમના ભકતો અને અનેક વખત આમ પ્રજા પણ ચરણ સ્પર્શ કરે છે. તેની સામે એક રસપ્રદ વિધાનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે લોકોને રાજકીય નેતાઓને પગે નહી લાગવા સલાહ આપતા કહ્યું કે, વાસ્તવમાં આજના રાજકીય નેતાઓ તેને લાયક નથી.
મહારાષ્ટ્રના બીડમાં તેઓએ એનસીપી યુવા પાંખની એક રેલીને સંબોધન કરતા આ સલાહ આપી હતી. તેઓએ કાર્યકર્તાઓ તથા સાથીઓને તેમના સ્વાગતમાં ફુલોના ગુલદસ્તા કે શાલ ઓઢાડવા જેવા સન્માનથી દુર રહેવા અપીલ કરતા કહ્યું કે, મારે કંઈ જોઈતુ નથી. ફકત તમારો પ્રેમ અને સન્માન મારા માટે પુરતા છે. મારા ચરણસ્પર્શ કરવાની પણ જરૂર નથી. આજના રાજકીય નેતાઓ તેને લાયક નથી. તેઓએ કહ્યું કે, મારા માતા-પિતા અને મારા કાકા (શરદપવાર)ના આશિર્વાદથી હું સારૂ કામ કરવા પ્રવાસ કરી રહ્યો છું અને ફકત તમારો પ્રેમ અને સન્માન જ જોઈએ છીએ. અજીત પવારે આ રેલીમાં શરદ પવારની ખૂબ જ પ્રશંસા કરી હતી.