તમિલ અભિનેતા અને તમિલાગા વેટ્રી કડગમ પ્રમુખ થેલાપતિ વિજયને CAA 2019ને લાગુ કર્યા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અભિનેતાએ CAAને અસ્વીકાર્ય ગણાવ્યું અને તમિલનાડુ સરકારને તેને રાજ્યમાં લાગુ ન કરવાની માંગ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાની જાહેરાત કરી. CAA 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી ઢંઢેરાનો ભાગ હતું. ભાજપા સરકારના સત્તામાં આવ્યા બાદ સંસદે 11 ડિસેમ્બર 2019એ તેને લાગુ કર્યું. હવે તેના પર સાઉથ અભિનેતા દલપતિ વિજયને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તેને અસ્વીકાર્ય જણાવ્યું છે.
- Advertisement -
#CitizenshipAmendmentAct pic.twitter.com/4iO2VqQnv4
— TVK Vijay (@tvkvijayhq) March 11, 2024
- Advertisement -
તમિલ અભિનેતા અને તમિલાગા વેટ્રી કડગમ પ્રમુખ થાલાપતિ વિજયને CAA 2019ને લાગુ કર્યા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અભિનેતાએ CAAને અસ્વીકાર્ય ગણાવ્યું અને તમિલનાડુ સરકારને તેને રાજ્યમાં લાગુ ન કરવાની માંગ કરી છે.
વિજયે કરી પોસ્ટ
વિજયને પોતાની પાર્ટી તમિલગા વેટ્રી કજગમના ઓફિશ્યલ એક્સ એકાઉન્ટ પર એક ઓફિશ્યલ નીવેદન શેર કર્યું છે. તેમણે તમિલમાં લખ્યું, “ભારતીય નાગરિકતા સંસોધન અધિનયમ 2019 જેવા કોઈ પણ કાયદાને આવી સ્થિતિમાં લાગુ કરવું સ્વીકાર્ય નથી. જ્યાં દેશના બધા નાગરિક સામાજીક સદ્ભાવની સાથે રહે છે. નેતાઓને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે કાયદો દેશમાં લાગુ ન થાય.”
અભિનેતાએ તમિલનાડુ સરકાર પાસે એ સુનિશ્ચિક કરવાની પણ માંગ કરી છે કે કાયદો તમિલમાડુમાં લાગુ ન થાય. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “નેતાઓને આ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ કાયદો તમિલનાડુમાં લાગુ ન થાય.”