જૂનાગઢના સાધુ-સંતો સતાધાર જગ્યાની મુલાકાત લીધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
સાતાધારના મહંત સામે તેના પૂર્વાશ્રમના ભાઇએ આક્ષેપ કર્યા હતા જેને લઇ વિવાદ શરૂ થયો છે. ગિરનાર તેમજ સતાધાર જઇ મહંત સાથે મુલાકાત કરી હતી અને મહંતને સાથે મુલાકાત કરી હતી અને મહંતને ખોટી રીતે બદનામ કરવામાં આવતા હોવાનો મત વ્યક્ત કર્યો હતો. પૂર્વ આઇપીએસ અધિકારીએ પણ સતાધારની મુલાકાત લઇ મહંત સાથે બેઠક કરી હતી. વિસાવદર નજીક આવેલા સતાધારની જગ્યાના મહંત વિજયભગત સામે તેના પૂર્વાશ્રમના ભાઇએ કરોડો રૂપિયાની ગેરરિતી, સેવકોને માર મારવા તેમજ મહિલા સાથેના સબંધ અંગેના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ બાબતે સતાધારની જગ્યા અંગેનો વિવાદ શરૂ થયો હતો. વિજયભગતે આક્ષેપોના આધારપુરાવા જાહેર કરવાની વાત કરી હતી. આ અંગે પોલીસે પણ વિજય ભગતના પૂર્વાશ્રમના ભાઇનું નિવેદન લીધુ હતુ. તેમાં આક્ષેપો મુજબ કોઇ આધારપુરાવા મળ્યા ન હતા. ગિરનાર તેમજ રાજ્યના અલગ-અલગ ક્ષેત્રમાં જગ્યા ધરાવતા સાધુ-સ:તોએ સતાધાર પહોંચ્યા હતા. પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાએ પણ સતાધારની મુલાકાત લીધી હતી. સાધુ-સંતોએ જણાવ્યુ હતુ કે, સતાધારના મહંતને બદનામ કરવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે બેઠક બાદ કાર્યવાહી કરશુ.