એક માસથી ફરારને અમદાવાદ LCB પોલીસે ઝડપી પડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એક માસ પેહલા ગિરનાર દરવાજા પાસે આવેલ ખાંટ સમાજની વાડી પાસે જાહેરમાં બુલેટ સળગવવા અને એસ્ટ્રોસીટી એક્ટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અફઝલ કાળુ સીડાને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેવામાં આવ્યો જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં એક માસ અગાઉ અફઝલ કાળુ સીડા સામે જાહેરમાં બુલેટ સગાવવા અને એસ્ટ્રોસીટી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એક માસથી ફરાર આરોપી અમદાવાદ તેના સાગા સબંધીને ત્યાં છુપાયેલ હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા અમદાવાદ ફતેવાડી વિસ્તારમાં રેહતા શબ્બીર ઇસ્માઇલ પીંજારાના ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો અને એ.ડિવિઝન પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.