જો મુખ્ય પુરાવો મજબૂત નથી તો માત્ર એકસ્ટ્રા જ્યુડિશિયલ સ્ટેટમેન્ટનું મહત્વ રહેતુ નથી
ખાસ-ખબર સંવાદદાતા
કોર્ટ અને પોલીસ ઉપરાંત ત્રીજી વ્યક્તિ સામે ગુના અંગે કબુલાત એટલે કે એક્સ્ટ્રા જયુડિશિયલ ક્ધફેશન પુરતું નથી. સુપ્રીમ કોર્ટએ સોમવારે તેને લઈને મોટો ચુકાદો આપ્યો. સુપ્રીમે કહ્યું કે, સહ આરોપીના માત્ર એક્સ્ટ્રા જયુડિશિયલ ક્ધફેશનના આધાર પર આરોપીને દોષી ઠેરવી શકાય નહીં. આવા નિવેદનનો પૂરક પુરાવો હોવો જરૂરી છે. જો એક્સ્ટ્રા જયુડિશિયલ કબૂલાતનો પૂરક પુરાવો ન હોય તો એવા પુરાવા નબળા પુરાવા હોય છે. સુપ્રીમ કોર્ટે હત્યાના આરોપીને છોડી મૂકતા આ મુજબ જણાવ્યું. હત્યાના આરોપીને નીચલી કોર્ટ અને છત્તીસગઢ હાઈકોર્ટે આજીવન કેદની સજા કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આરોપીએ અપીલ કરી હતી. કોર્ટે અપીલ સ્વીકારતા આરોપીને મુક્ત કરી દીધો.
- Advertisement -
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી બેંચે કહ્યું કે, જો કોઈ સહ આરોપી એક્ટ્રા જયુડિશિયલ કબૂલાત કરે છે તો તે માત્ર પૂરક પુરાવા હોઈ શકે છે. જો મુખ્ય પુરાવો નથી તો માત્ર એક્ટ્રા જયુડિશિયલ સ્ટેટમેન્ટનું મહત્વ રહેતું નથી. માત્ર એ સ્ટેટમેન્ટના આધાર પર આરોપીને દોષી ઠેરવી શકાય નહીં. આ મામલો છત્તીસગઢનો છે. ચાર આરોપી ભાગીરથ, ચંદ્રપાલ, મંગલસિંહ અને વિદેશીને નીચલી કોર્ટે દોષી ઠેરવ્યા હતા. બે લોકોની હત્યાના મામલે ચારને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. આ મામલે હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. હાઈકોર્ટે ત્રણ લોકોની અપીલ સ્વીકાર કરી તેમને છોડી મૂક્યા, જયારે ચંદ્રપાલને દોષી ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં આરોપી ચંદ્રપાલ તરફથી દલીલ કરાઈ હતી કે, ફરિયાદી પક્ષના પુરાવામાં વિરોધાભાસ છે અને સાક્ષી મજબૂત નથી. આ મામલે એક આરોપીએ એક્સ્ટ્રા જયુડિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું હતું. પરંતુ, માત્ર એ સ્ટેટમેન્ટના આધારે આરોપીને દોષી ઠેરવી શકાય નહીં. કારણ કે અન્ય પુરાવા મજબૂત નથી.