ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.એચ.સિંધવ અને પીએસઆઇ જે.જે.ગઢવી સહિતનો સ્ટાફને મળેલી બાતમીના આધારે છેલ્લા બે વર્ષથી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પ્રો.હી.ના ગુનામાં નાસતા ફરતા આરોપી યોગેશ દેવશી ઉર્ફે પોલા પરમારને રાજકોટના શાપર ગામ પાસે આવેલ શેરી નં.4 મગનભાઇ વાલ્મીકીના મકાનમાં તપાસ કરતા પ્રો.હી.નો નાસતો ફરતો આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/5-27.jpg)