રજનીકાંત પંડ્યા સોની બજારમાં પી.મગનલાલ એન્ડ સન્સ આંગણિયા પેઢી ચલાવે છે, રૂપિયા ભરેલી બેગ લઈ ઘરે પહોંચ્યા એપાર્ટમેન્ટમાં ઉપર જતા હતા ત્યાં ત્રણ બુકાનીધારી લૂંટારું ત્રાટક્યા
ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એ.ડિવિઝન પોલીસનો કાફલો દોડી ગયો, લૂંટારૂ કારમાં આવ્યા હતા આરોપીઓની શોધખોળ
- Advertisement -
રાજકોટમાં આંગણિયા પેઢીના ભાગીદાર પાસેથી રૂ.19 લાખની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ શહેરભરમાં નાકાબંધી કરાઈ છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એ.ડિવિઝન પોલીસનો કાફલો ફોડી ગયો છે. આરોપીઓની શોધખોળ થઈ રહી છે.
હાલ જાણવા મળી રહ્યું છે કે, રામનાથ પરાના કપિલા હનુમાન મંદિર પાસે, કેશવ કુંજ એપાર્ટમેન્ટની આ ઘટના છે. સોની બજારમાં આવેલી પી. મગનલાલ એન્ડ સન્સ આપેઢીના રૂપિયા હતા. આ પેઢી ચલાવતા રજનીકાંતભાઈ પંડ્યા પેઢીએથી રૂપિયા લઈ કેશવ કુંજ એપાર્ટમેન્ટ ખાતે આવેલા પોતાના ઘરે આવ્યા હતા. તેઓ ચોથા માળે રહેતા હોવાથી ઉપર ફ્લેટમાં જઈ રહ્યા હતા ત્યાં ત્રણ બુકાની ધારી શખ્સો બે કારમાં આવ્યા હતા. એક નીચે ઉભો રહ્યો જ્યારે બે કેશવ કુંજ એપાર્ટમેન્ટમાં ઉપર ચડી રજનીકાંતભાઈની બેગ ઝુંટવી ફરાર થયા હતા. બનાવના પગલે ડીસીપી ક્રાઈમ પાર્થરાજ સિંહ ગોહિલ, ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈ સહિતના અધિકારીઓ અને એ.ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો છે.