ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના ન્યૂયોર્કમાં બે બસો સામસામમે ધડાકાભેર અથડાતા મટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 80 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઘટનામાં 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. મળતા અહેવાલો મુજબ ડબલ ડેકર ટૂર બસર અને એક પ્રવાસી બસને પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો છે, જેમાં ઘણા લોકોને ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટના સ્થળે મોટી સંખ્યમાં એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પહોંચી ગઈ છે.
બંને બસો વચ્ચેની ટક્કર એવી ભયંકર હતી કે, બસોના કાચોનો ભૂક્કો બોલાઈ ગયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મૈનહટ્ટનમાં સર્જાયેલા અકસ્માત બાદ બસોમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે. ડબલ ડેકર ટૂર બસના કાચનો ભૂક્કો બોલાઈ ગયો છે. ફાયર વિભાગના સુરક્ષા કર્મચારીઓ દ્વારા બસોમાંથી 63 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
- Advertisement -
ન્યૂયોર્ક ફાયર વિભાગના ઉપ પ્રમુખ કેવિન મર્ફીએ કહ્યું કે, ખીચોખીચ ભરેલી બે બસો વચ્ચે અકસ્માત થયો, જેમાં મોટી સંઘ્યમાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. મર્ફીએ કહ્યું કે, ડબલ ડેકર બસમાં ઘણા મુસાફરો ફસાયેલા હતા.