વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશમાં જાહેરસભા સંબોધી
ગાંધીજીના છેલ્લાં શબ્દો હતા હે રામ… તેમણે જિંદગી આખી સનાતનનું સમર્થન કર્યું હતું: વડાપ્રધાન
- Advertisement -
PMના ભાષણની હાઈલાઈટ્સ..
બુંદેલખંડની ભૂમિ બહાદુરોની ભૂમિ છે. આ ભૂમિને બીના-બેતવાના આશિર્વાદ મળેલા છે. મને એક મહિનામાં બીજી વખત સાગર આવવાનો અને તમને બધાને જોવાનો લહાવો મળ્યો. આજે તમારા બધાની વચ્ચે આવવા અને મને તમને જોવાની તક આપવા બદલ હું શિવરાજ સરકારને પણ અભિનંદન આપું છું.
છેલ્લી વાર હું સંત રવિદાસજીના તે ભવ્ય સ્મારકના પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો. આજે મને ઘણા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાની તક મળી જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટો આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને નવી ઉર્જા આપશે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે.
- Advertisement -
શું તમે કલ્પના કરી શકો છો કે 50 હજાર કરોડ રૂપિયા શું છે? આપણા દેશના ઘણા રાજ્યોનું આખા વર્ષનું બજેટ એટલુ નથી જેટલું ભારત સરકાર આજે એક કાર્યક્રમ માટે ખર્ચે છે. આ દર્શાવે છે કે મધ્યપ્રદેશ માટે અમારા સંકલ્પો કેટલા મોટા છે. આ તમામ પ્રોજેક્ટ આવનારા સમયમાં મધ્યપ્રદેશના હજારો યુવાનોને રોજગાર આપશે.
આ પ્રોજેક્ટ્સ ગરીબ, મધ્યમ વર્ગના પરિવારોના સપના સાકાર કરવા જઈ રહ્યા છે. હું બીના રિફાઈનરીના વિસ્તરણ અને અન્ય ઘણી સુવિધાઓ માટે શિલાન્યાસ માટે હું મધ્યપ્રદેશના કરોડો લોકોને અભિનંદન આપું છું. મિત્રો, આઝાદીના આ સુવર્ણકાળમાં દેશના દરેક નાગરિકે ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પને હાંસલ કરવા માટે ભારત આત્મનિર્ભર બને તે જરૂરી છે. વિદેશમાંથી ઓછામાં ઓછી વસ્તુઓ આયાત કરવી પડે.
આજે ભારત માત્ર બહારથી પેટ્રોલ અને ડીઝલની આયાત કરતું નથી, પેટ્રોકેમિકલ ઉત્પાદનો માટે પણ આપણે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે. આજે બીના રિફાઈનરીમાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે આવી વસ્તુઓના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું કામ કરશે. ઘણા લોકોને ખબર નથી કે પ્લાસ્ટિકની પાઇપ, ડોલ-મગ, ખુરશી-ટેબલ, પેઇન્ટ, પેકિંગ મટિરિયલ, મેડિકલ ઇક્વિપમેન્ટમાં પેટ્રોકેમિકલ્સ મોટી ભૂમિકા ભજવે છે.
હવે બીનામાં બનનાર આ સંકુલ આ સમગ્ર વિસ્તારને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. આ હું તમને ખાતરી આપવા આવ્યો છું. અહીં નવા ઉદ્યોગો આવશે. ખેડૂતો અને નાના ઉદ્યોગકારોને માત્ર મદદ નહીં મળે, સૌથી મોટી વાત એ છે કે મારા યુવાનોને રોજગારની હજારો તકો પણ મળશે. નવા ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. આ વિચાર સાથે આજે અહીંના આ કાર્યક્રમમાં એમપીના દસ નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું.
મોદીએ ઈં.ગ.ઉ.ઈં.અ. પર પ્રહાર કર્યા
પીએમ મોદીએ કહ્યું, વિપક્ષે ઈંગઉઈંઅ ગઠબંધન બનાવ્યું છે. કેટલાક લોકો તેને અભિમાની ગઠબંધન પણ ગણાવી રહ્યા છે. અભિમાની ગઠબંધને મુંબઈની બેઠકમાં નીતિ બનાવી છે. તેમનો છુપો એજન્ડા છે. તેમની નીતિ ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવાની છે. ભારતીયોની આસ્થા પર પ્રહાર કરવાની નીતિ છે. આ લોકો સનાતનને નિશાન બનાવી રહ્યા છે. સનાતન પરંપરાને સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે. ગાંધીજી, લક્ષ્મીબાઈએ સનાતનમાંથી પ્રેરણા લીધી હતી, પરંતુ આ અભિમાની ગઠબંધનવાળા લોકો સનાતનને ખતમ કરવા માગે છે.
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેમણે સાગરમાં બીના રિફાઈનરીમાં 50 હજાર કરોડ રૂપિયાના પેટ્રોકેમિકલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. રિફાઈનરીથી 3 કિલોમીટર દૂર હડકલખાતી ગામમાં સભાને સંબોધતા તેમણે કહ્યું કે અભિમાની ગઠબંધન સનાતનને સમાપ્ત કરવા માંગે છે. ગાંધીજીના છેલ્લા શબ્દો હતા હે રામ… તેઓ જીવનભર સનાતનના પક્ષમાં રહ્યા હતા.
અહીંથી મોદીએ 1800 કરોડ રૂપિયાના ઔદ્યોગિક પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. જેમાં નર્મદાપુરમનો એનર્જી અને રિન્યુએબલ એનર્જી પ્રોડક્શન ઝોન, આઈટી પાર્ક-3 અને 4 ઈન્દોર, મેગા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક રતલામ, 6 ઈન્ડસ્ટ્રીયલ પાર્ક્સ (નર્મદાપુરમ, ગુના, શાજાપુર, મૌગંજ, અગર-માલવા અને મકસી)નો સમાવેશ થાય છે.