ન્યૂ માયાણીનગર-2માં ખોડલ ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબીનું છેલ્લા 10 વર્ષથી આયોજન કરવામાં આવે છે. અહીં દરરોજ ચાર દિકરીઓને માતાજી બનાવી તેની આરતી ઉતારવામાં આવે છે. તેમજ તમામ નાની બાળાઓને ગરબી શું છે ? તે સમજાવવામાં આવે છે. આ ઉપરાંત ભુવારાસ, ઢીંગલી રાસ અને હિંડોળા રાસ એ સૌથી વધુ પ્રચલિત છે. જ્યારે આ રાસ હોય ત્યારે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને પ્રાચીન રાસના માધ્યમથી માતાજીના ગુણગાન ગાઇ આર્શીવાદ મેળવે છે. આ પ્રાચીન ગરબીને સફળ બનાવવા માટે દીપેશભાઇ, સંજયભાઇ, ચિરાગભાઇ, નિખિલભાઇ, ધર્મેશભાઇ, મયુરસિંહ, જયભાઇ અને પરેશભાઇ સહિતના આયોજકો અને સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.
માતાજીના સ્વરૂપમાં ચાર બાળાની આરતી ઉતારાય છે, ભુવા, ઢીંગલી અને હિંડોળા રાસ સૌથી વધુ પ્રચલિત

Follow US
Find US on Social Medias