સ્થાનિક મજુરોની જગ્યાએ પર પ્રાંતીય મજુરો રાખ્યા હતા અંતે તંત્રે સુધારો કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે માળીયાહાટી તાલુકામાં મનરેગામાં ભ્રષ્ટાચાર મુદ્દે એક વીડિયોના માધ્યમથી ઉજાગર કર્યો હતો જેમાં સ્થાનીક મજુરોની જગ્યાએ મધ્યપ્રદેશના મજુરો કામ કરતા હતા
આ ભ્રષ્ટાચાર સામે આવતા જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા સહિત સમગ્ર જિલ્લાની ટીમ દ્વારા માળીયા હાટી તાલુકામાં જ્યાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો તે જગ્યાની મુલાકાત લીધી. આમ આદમી પાર્ટીના વિધાનસભા ઉમેદવાર પિયુષભાઈ પરમારે મનરેગાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો. પિયુષભાઈએ આ ભ્રષ્ટાચારનો વિડીયો બનાવીને આ ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પણ આપ્યું હતું. અને આ ભ્રષ્ટાચાર આપ દ્વારા ખુલ્લો થતા કરવામાં આવતા તંત્રને પણ સમજાયું હતું કે ખોટું થઇ રહ્યું છે. ત્યારે તેમા સુધારો કરવામાં આવ્યો હતો ત્યારે આપ આગેવાનોએ સ્થળ મુલાકાત કરી હતી