કલેકટર અરુણ મહેશ બાબુની પ્રેરક ઉપસ્થિતિમાં કામગીરીનો પ્રારંભ
રાજકોટ – રાજકોટ શહેરમાં વસવાટ કરતાં દિવ્યાંગ બાળકો- વ્યકિતઓના આધારકાર્ડ કઢાવવા માટે સ્પષ્ટ ફિંગર પ્રિન્ટ આવતા ન હોય, ફોટો પાડવામાં દિવ્યાંગ હોવાને લીધે ઘણી મુશ્કેલી થતી હતી. આ માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવા માટે કલેકટર અરૂણ મહેશ બાબુ ની સુચના તથા માર્ગદર્શનથી તા.૦૪/૦૯/ર0ર૧ ના રોજ નવી કલેકટર કચેરી ખાતે આવેલ આધુનિક જનસેવા કેન્દ્રમાં કેમ્પ રાખવામાં હતો.
- Advertisement -
આ કેમ્પમાં 31 દિવ્યાંગ બાળકો/વ્યકિતઓએ લાભ લેવામાં આવેલ છે. આ કેમ્પને સફળ બનાવવામાં “પ્રયાસ પેરેન્ટસ એસોશીયન ફોર ચિલ્ડ્રન્સ વીથ સ્પેશીયલ નીડસ રાજકોટ” નામની સંસ્થાના સંચાલક પુજાબેન પટેલ તેમજ રાજકોટ મહાનગરપાલીકા રાજકોટનાં આરદેશણાં, ઓપરેટર રવિભાઈ, તથા કલેકટર કચેરીના જનસંપર્ક અધિકાર વિરલકુમારી માકડીયા મેડમ તથા સ્ટાફે કામગીરી કરેલ હતી. સંસ્થા સિવાય અન્ય દિવ્યાંગ બાળકો/વ્યકિતને આધારકાર્ડ માટે સુગમતા રહે તે માટે ભવિષ્યમાં પણ આ પ્રકારે વ્યવસ્થા કરવા રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા ખાતરી આપવામાં આવી હતી. રામકૃષ્ણ આશ્રમ ફીઝીકલ સેન્ટર, (સેરીબલ પાલ્સી રીહેબીલીટશન સેન્ટર)ના સંત પ્રભુસેવાનંદ મહારાજ તથા સંત ધર્મપાલનંદ મહારાજ દ્વારા કલેકટર રાજકોટને આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.