પ્રિન્ટરમાં ખામી સર્જાતા આધારકાર્ડ કામગીરી બંધ કરી દેવાય
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરમાં વિવિધ સરકારી કચેરીઓમાં તેમજ અન્ય સ્થળો ઉપર આધારકાર્ડ સેન્ટર આવેલ છે.પોરબંદરના રેલ્વે સ્ટેશન રોડ પર હેડ પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડની કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ આ સેન્ટરમાં પ્રિન્ટર ખરાબ થઈ જતા કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી જેથી અહીં આવેલ અરજદારોને અન્ય સેન્ટર ખાતે ધક્કા ખાવા પડ્યા હતા.પોરબંદર શહેરમાં જૂની કલેકટર કચેરી,જિલ્લા પંચાયત, પોરબંદર છાયા નગરપાલિકા, પોસ્ટ વિભાગ સહિતની સરકારી કચેરી તેમજ અન્ય સ્થળો ઉપર આધારકાર્ડ સેન્ટરો કાર્યરત કરાયા છે.આ આધારકાર્ડ સેન્ટરો ઉપર દિવસ દરમ્યાન અનેક અરજદારો નવા આધારકાર્ડ માટે તેમજ આધારકાર્ડમાં નામ, જન્મતારીખ, અટક, મોબાઈલ નંબર સહિતના સુધારા માટે આવતા હોય છે પરંતુ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડ સેન્ટરનું પ્રિન્ટર ખરાબ થઈ જતા આધારકાર્ડ કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી.જેથી અહીં આધારકાર્ડ કામગીરી માટે આવતા અરજદારોને ધક્કા ખાવા પડ્યા હતા.સામાન્ય પ્રિન્ટરમાં ટેક્નિકલ ખામીને લઈને આધારકાર્ડ સેન્ટર બંધ રાખવામાં આવતા અરજદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો.