ભારત તરફથી બેઝબોલ અન્ડર-12 ટીમમાં પુરા 15 ખેલાડીઓનું સિલેક્શન જેમાં સાવરકુંડલાના યુવકનો સમાવેશ
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
તાજેતરમાં જાપાનના MATSUYAMA અને IMBARI સિટી તારીખ 23 થી 29 નવેમ્બરના રોજ અંડર 12 બેઝબોલ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન થયું છે આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં ભારતીય બેઝબોલ અન્ડર-12 ટીમમાં પુરા ભારતમાંથી 15 ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના સાવરકુંડલા રાજાભાઈ ગોરધનભાઈ ચુડાસમા પરિવારમાંથી રસિકભાઈ દુર્લભજીભાઈ ચુડાસમાના પૌત્ર તથા દિનેશભાઈ જીવરાજભાઈ રાઠોડ પરિવારનો ભાણેજ ચિ. પરમ ધર્મેશભાઈ ચુડાસમા (ઉંમર 12 વર્ષ)નું ભારતીય બેઝબોલ અંડર – 12 ટીમમાં સિલેક્શન થયું છે. આમ પરમે સાવરકુંડલા લુહાર ચુડાસમાનું ગૌરવ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી પરમ ધર્મેશભાઈ ચુડાસમાનું ટીમ ઇન્ડિયામાં સિલેકશન થયેલું છે અને તેઓ આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં ભાગ લેવા ભારત બહાર જાપાન દેશમાં ગયા છે.