રાજનગરની સભામાં પ્રશ્ર્ન પૂછનાર યુવકને AAPના કાર્યકરે લાફો માર્યો હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
મોરબીમાં આમ આદમી પાર્ટી (AAP)ની સભામાં એક યુવકને લાફો મારવાની ઘટનાથી રાજકીય વિવાદ ઊભો થયો છે. આ ઘટના બાદ ભોગ બનનાર યુવકે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ફરિયાદ નોંધવાની માંગ કરી છે. યુવકે આક્ષેપ કર્યો છે કે, સભામાં સ્ટેજ પર બેઠેલા નેતાઓના ઈશારે તેને માર મારવામાં આવ્યો હતો.
મોરબીના રાજનગર વિસ્તારમાં અઅઙ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન એક યુવકે સ્ટેજ પર બેઠેલા નેતાઓને કેટલાક પ્રશ્ર્નો પૂછ્યા હતા. યુવકના પ્રશ્ર્નોથી ઉશ્ર્કેરાઈને અઅઙના એક કાર્યકરે તેને જાહેરમાં લાફો મારી દીધો હતો. આ ઘટના બાદ સભામાં થોડીવાર માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
ભોગ બનનાર યુવકે પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, સભામાં નેતાઓને પ્રશ્ર્નો પૂછવા બદલ અઅઙના કાર્યકરોએ તેને માર માર્યો હતો. તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, અઅઙના લોકો દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે તે નશો કરીને સભામાં આવ્યો હતો, જે તદ્દન ખોટું છે. યુવકે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઘટના સ્ટેજ પર બેઠેલા નેતાઓના ઈશારે બની હોવાની તેને શંકા છે.
- Advertisement -
યુવકની ફરિયાદ અરજીના આધારે મોરબી એ-ડિવિઝન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે સભાના સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓને ઓળખવા અને આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહી છે.
આ ઘટનાએ અઅઙને ફરી એકવાર મુશ્કેલીમાં મૂકી દીધી છે. ભૂતકાળમાં પણ અઅઙના ધારાસભ્ય ચૈતર વસાવા આવા જ એક ’લાફાકાંડ’માં ફસાઈ ચૂક્યા છે, જેઓ હાલ જેલમાં છે. આ તો જાહેરમાં બનેલી ઘટના હોવાથી પોલીસ આ મામલે કેવા પગલાં ભરે છે અને યુવકને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું.