ત્રણેય હુમલાખોર વિરુદ્ધ યુવાને મૂળી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
મુળી તાલુકાના લીમલી ગામે રહેતા જીતેન્દ્રભાઈ જેરામભાઈ કેરડીયાના માતાને યોગેશભાઈ કિરીટભાઇ મસાણી દ્વારા પોતાના કુટુંબની જમીનમાં વચ્ચે નહીં આવવા માટે જણાવતા જીતેન્દ્રભાઇ માતાએ ઘરે આવી સમગ્ર વાત જીતેન્દ્રભાઈને જણાવતા હોય તે દરમિયાન ચંદુભાઈ પ્રભુભાઈ મસાણી, યોગેશભાઈ કિરીટભાઇ મસાણી તથા કિરીટભાઇ પ્રભુભાઈ મસાણી દ્વારા હાથમાં સોરીયું અને લાકડી જેવા હથિયારો લઇ આવી જીતેન્દ્રભાઈ પર હુમલો કરી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ હુમલામાં ઇજા પામેલ જીતેન્દ્રભાઈ સારવાર લીધા બાદ ત્રણેય હુમલાખોરો વિરુધ ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.