કાજરડાનો તલાટી મંત્રી એજાઝ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા ખંધા વ્યાજખોર: 30 લાખનું 27 લાખ વ્યાજ લીધું ત્યારબાદ 90 લાખની જમીન પચાવી પાડી
સરકાર કહે છે વ્યાજખોરો સામે પગલા લેશું! અહીં ખૂદ સરકારી કર્મચારી વ્યાજખોરી કરી રહ્યો છે!
- Advertisement -
મહિકા ગામના ફરિયાદી ઈલ્મુદીન બાદીની 20 દિવસ સુધી ફરિયાદ ન નોંધીને સમાધાનના પ્રયત્નો કર્યા: વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી પરંતુ ઙઈંએ 386ની જગ્યાએ 384ની કલમ દાખલ કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજ્ય સરકારે ડ્રાઈવ શરૂ કરી છે. ત્યારે દરેક જિલ્લામાં વ્યાજંકવાદને ડામવા માટે લોકદરબાર સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને સુરત આયુર્વેદિક ગૃહ ઉદ્યોગ ચલાવતા યુવાને ખેતીની જમીનના કાગળો ગીરવે મૂકી 5 ટકા વ્યાજે લીધેલા રૂપિયા 30 લાખના બદલામાં રૂપિયા 45 લાખ માંગી વાંકાનેર અને અમદાવાદના વ્યાજખોરોએ ખેતીની જમીન અને 10 લાખની કાર પડાવી લેતા યુવક ઇલ્મુદીન બાદીએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં તલાટી મંત્રી એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મૂળ મહિકા અને હાલમાં સુરત રહેતા ઇલ્મુદિન હબીબભાઈ બાદીએ જાહેર કર્યું હતું કે, વર્ષ 2020મા તેને મોરબી જિલ્લાના માળિયા મીયાણાના કાજરડા ગામના તલાટી મંત્રી એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી અને અમદાવાદના પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા પાસેથી 5 ટકા ઉંચા વ્યાજે રૂપિયા 30 લાખ લઈ પોતાની જમીન ગીરવે આપી હતી. જેના બદલામાં અત્યાર સુધીમાં રૂપિયા 27 લાખ રકમ ચુકવી આપ્યા હતા. જો કે બન્ને વ્યાજખોરો દ્વારા મોટી રકમ ચૂકવી આપવા છતાં ઇલ્મુદિનભાઈના પિતાના નામે મહિકા ગામે આવેલી 90 લાખની ખેતીની જમીનનો બળજબરીથી દસ્તાવેજ કરાવી લઈ કાર પણ પડાવી લઇ રૂપિયા 45 લાખ આપવા નિવૃત આર્મીમેન અને મોરબી જિલ્લાના માળિયા મીયાણાના કાજરડા ગામના તલાટી મંત્રી એજાઝહુસૈન મહમદ કાદરીએ રિવોલ્વરથી ઉડાવી દેવા ધમકી આપતો હોય આ મામલે ગુનો નોંધાવ્યો છે.
- Advertisement -
વ્યાજખોરોનો સાથ આપતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ.કૃણાલ છાસીયા
જેમાં વ્યાજખોરોનો સાથ આપતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ.કૃણાલ છાસીયા વિરુદ્ધ ગૃહમંત્રી સુધી ફરિયાદ થશે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મહિકા ગામના ઈલ્મુદીન બાદી ન્યાયની આશાએ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. પરંતુ ત્યાંના પી.આઈ. કે.એમ.છાસીયાએ તેમને અપમાનિત કર્યાં. 20 દિવસ સુધી ફરિયાદ ન લીધી અને સમાધાનના પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીની સૂચના હોવા છતા પણ પી.આઈએ વ્યાજખોરોનો સાથ આપ્યો. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી છતા પી.આઈએ 386ની કલમ નહીં પણ માત્ર 384 દાખલ કરી જેથી તે જામીન પર છૂટી જાય.આમ ફરિયાદી ઈલ્મુદીન બાદીએ આ પીઆઈ વિરુદ્ધ ગૃહમંત્રીને આવેદન પાઠવી ફરિયાદ કરશે.
તલાટી મંત્રી હોવા છતા વ્યાજનો ધંધો: શું કલેક્ટર સસ્પેન્ડ કરશે?
આરોપી એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી તલાટી મંત્રી હોવા છતાં વ્યાજ છતા જમીનનો ધંધો કરે છે. જે વ્યાજે પૈસા આપીને લોકોની જમીન લખાવી લે છે અને પછી પચાવી પાડે છે. ત્યારે એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી પર આ વખતે એફઆઈઆર નોંધવામાં આવી છે. તો શુ મોરબી જિલ્લા કલેક્ટર આ ખંધા વ્યાજખોર તલાટી મંત્રીને સસ્પેન્ડ કરશે?