ગત અઠવાડિયે આવેલાં પરિવારના ત્રણેય સભ્યો પોઝિટિવ
પિતા અને 2 વર્ષની પુત્રી બાદ હવે માતા પણ પોઝિટિવ
આરોગ્ય વિભાગે સુભાષનગર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું
ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ વચ્ચે ભાવનગરથી ગત અઠવાડિયે આવેલા પરિવારના ત્રણેય સભ્યો પોઝિટિવ. પિતા અને 2 વર્ષની પુત્રી બાદ હવે માતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ ત્રણેય દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે ત્યારે પાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે. ભાવનગરમાં સુભાષનગર વિસ્તારમાં રહેતા અને ચીનથી પરત ફરેલા પિતા અને પુત્રીના કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. આરોગ્ય વિભાગે સુભાષનગર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં રહેતા અને મૂળ ભાવનગરના સુભાષનગરના પિતા અને પુત્રી ચીનમાં કોરોનાનો રોગચાળો વધુ ફાટી નિકળતા 20 ડિસેમ્બરે ભાવનગર પરત ફર્યા અને આ બન્નેનો કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા બન્નેને કોરોના પોઝિટિવ આવતા હોમ આઇસોલેશનમાં રહેવા માટે નિર્દેશ કરાયો હતો. 34 વર્ષીય પિતા અને તેની માત્ર 2 વર્ષીય પુત્રીને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. પિતા ચીનમાં નોકરિયાત હતા તેમ પણ જણાવ્યું હતુ.
અગાઉ વેપારી યુવાનને ક્વોરન્ટીન કરી છઝ-ઙઈછ અને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યાં હતા. જેમાં પણ યુવાનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી યુવાનના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.