પુસ્તક પ્રેમ પર્વ અંતર્ગત વાંચે વીવીપીના 1649 વિદ્યાર્થીઓ તથા કર્મચારીગણનું સમૂહ વાંચન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સંસ્કાર સાથે શિક્ષણ આપતી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ લાઈબ્રેરી(જ્ઞાનકેન્દ્ર) દ્વારા તા. 14 ફેબ્રુઆરીના રોજ જી.ટી.યુ. દ્વારા પ્રેરિત ’પુસ્તક પ્રેમ પર્વ’ અંતર્ગત વાંચનલક્ષી ‘સમૂહ વાંચન” વાંચે વીવીપીના કાર્યકમની ઉજવણી કરવામાં આવી હતી. આ સમૂહ વાંચન કાર્યક્રમની શરૂઆત વીવીપી ની પરંપરા મુજબ ત્રણ ઓમકારથી કરવામાં આવેલ હતી. વીવીપી ના આ.ટ્રસ્ટીશ્રી અને જીટીયુ ના પૂર્વ કુલપતિ આ.શ્રી ડો. નવિનભાઈ શેઠ દ્વારા આ સંસ્કારલક્ષી પુસ્તકોનું વાંચન અભિયાન શરૂ કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ વાંચન ફકત ફીઝીકલ પુસ્તકોનું જ કરાયેલ હતુ, આ પ્રસંગે ડો. નવિનભાઈ શેઠે વાંચનનું મહત્વ સમજાવી વાંચનને કારણે આગળ વધેલા વિવિધ મહાનુભાવોના ઉદાહરણ આપી જીવનમાં વાંચન વૃત્તિ વધારવા મહત્વની શીખ આપતા જણાવેલ કે આપણે દરરોજ ઓછામાં ઓછા 10 પેઈજ પુસ્તક વાંચન તથા એક પેઈજનુ લેખન કરવુ જોઈએ. ત્યારબાદ વીવીપી ના આ. ટ્રસ્ટીશ્રી ડો. નવિનભાઈ શેઠે પણ કોલેજના તમામ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીગણ સાથે બેસી વાંચન અભિયાનની શરૂઆત કરેલ હતી. સામૂહિક રીતે એક સાથે એક જ સમયે સવારે 10:15 થી 10.40 દરમિયાન એક સાથે વી.વી.પી.ના 1649 વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીગણ સાથે સમૂહ વાંચન કરી વાંચનનો એક નવો રેકોર્ડ પુસ્તક પ્રેમ પર્વ અંતર્ગત વાંચે વીવીપી દ્વારા પ્રસ્થાપિત કર્યો એમ કહી શકાય.